ટૂંકા કપડાંમાં હોટ અભિનેત્રી મલાઈકા ફરી એકવાર થઈ સ્પોટ, શરીર પર કોનું દોરાવ્યું ટેટૂ ?

બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા અનેક તસવીરોને કારણે ચર્ચામાં રહે છે ત્યારે આજે મલાઈકાની વધુ એક તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આજે વાયરલ થયેલી તસવીર કોઈ જીમનો લુક કે યોગા લુકની નથી પરંતુ શરીર પર બનાવેલા ટેટૂના કારણે ચર્ચામાં આવી છે. મલાઈકા રોજ જીમ અથવા યોગા ક્લાસની બહાર સ્પોટ થતી હોય છે. હાલ જે તસવીરો વાયરલ થઈ છે તેમાં મલાઈકાની કમરની ઉપરના ભાગે એક ટેટૂ જોવા મળ્યું હતું.

મલાઈકા અરોરાના શરીર પર એક ટેટૂ જોવા મળ્યું છે, જે કમરથી ઉપરના ભાગ પર નજરે પડ્યું છે. કેમેરામાં તેના ટેટૂની અનેક તસવીરો ક્લિક થઈ છે જે તેની વેસ્ટ લાઈનથી થોડું ઉપરની બાજુ તેની રિબ્સ પર જોવા મળી રહ્યું છે. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

આ તસવીરો એ સમયની છે જ્યારે મલાઈકા પોતાની ગાડીથી ઉતરીને યોગ ક્લાસ માટે જઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, મલાઈકા અરોરા ટેટૂની ઘણી જ શોખીન છે તે અનેકવાર પોતાના શરીર પર ટેટૂ દોરાવતી હોય છે.

તેણે શરીરના અલગ-અલગ ભાગો પર અનેક ટેટૂ બનાવેલા છે. મલાઈકાના આ ટેટૂમાં ત્રણ ફ્લાઈંગ બર્ડ્સ જોવા મળી રહ્યાં છે તો એક અન્ય આંગળી પર મલાઈકાએ રોજરી રિંગ પણ બનાવી રાખી છે. આ ઉપરાંત તેના ગળા પર અને લોઅર બેકમાં પણ ટેટૂ બનાવેલા છે.

આ પેહલાં પણ મલાઈકાએ તેની ફિંગર પર ટેટૂ કરાવ્યું છે. તેની એક આંગળી પર Love લખેલું જોવા મળ્યું હતું. મલાઈકાની અનેક તસવીરો સામે આવતી હોય છે.

 

Leave a Reply

You cannot copy content of this page