આજનું રાશિફળ: આ રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે, જાતકોએ ભાગ્યથી વધારે કર્મ ઉપર વિશ્વાસ રાખવો

મેષઃ-
પોઝિટિવઃ- આજે પ્રોપર્ટીને લગતી કોઇ કામમાં સફળતા મળશે. બપોર પછી પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે તથા મહેનતનું યોગ્ય પરિણામ પણ મળવાનું શરૂ થઇ જશે. બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ શોધવામાં તમારો પોઝિટિવ સહયોગ રહેશે.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડને લગતી કોઇ ભૂલ થવાથી નુકસાન થઇ શકે છે. આ સમયે ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધવાની શક્યતા છે. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. માનસિક શાંતિ માટે આધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરો.

વૃષભઃ-
પોઝિટિવઃ- આજે ઘર માટે કોઇ કિંમતી વસ્તુની ખરીદદારીમાં પરિવાર તમારી સાથે સુખમય સમય પસાર કરશે. તમે તમારા વ્યક્તિત્વને નિખારવામાં પણ ધ્યાન આપશો. વિદ્યાર્થીઓને કોઇ સ્પર્ધાને પરીક્ષામાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક તમારી કટુ વાણી અન્યને નિરાશ કરી શકે છે. તમારી આ ખામી ઉપર કાબૂ મેળવવો જરૂરી છે. આ સમયે ધનને લગતું કોઇ નુકસાન થવાની પણ સ્થિતિ બની રહી છે. આજે કોઇપણ પ્રકારની યાત્રાને ટાળવું યોગ્ય રહેશે.

મિથુનઃ-
પોઝિટિવઃ- આર્થિક સ્થિતિને વધારે સારી બનાવવા માટે તમારો કોઇ પ્રયાસ સફળ થશે. નવા-નવા આઈડિયા દિમાગમાં આવી શકે છે તથા ભાઇ-બહેનો સાથે સંબંધોને વધારે મધુર બનાવવાની કોશિશ રહેશે.

નેગેટિવઃ- ક્યારેક ક્યારેક તમારો વધારે અનુશાસિત વ્યવહાર પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. સમય પ્રમાણે પોતાના સ્વભાવમાં લચીલાપણુ લાવવું જરૂરી છે. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

કર્કઃ-
પોઝિટિવઃ- સન્માનિત વ્યક્તિઓ સાથે સારો સમય પસાર થશે. ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં યુવા વર્ગને કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા મળી શકે છે. ઘરમાં કોઇ નજીકના સંબંધી આવવાથી બધાને સુખ મળશે તથા કોઇ મહત્ત્વપૂર્ણ મામલે ચર્ચા-વિચારણાં થઇ શકે છે.

નેગેટિવઃ- થોડા કામ પૂર્ણ થતાં પહેલાં જ વચ્ચે અટકી શકે છે, જેના કારણે તમારી એકાગ્રતામાં ઘટાડો આવી શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધમાં અંતર આવે નહીં તેનું ધ્યાન રાખો. તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે.

સિંહઃ-
પોઝિટિવઃ- આજે તમે આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર રહેશો. જેના કારણે કોઇપણ પરિસ્થિતિમાં સમસ્યાનો ઉકેલ શોધવામાં સફળતા મળી શકે છે. કોઇ લાભદાયક નજીકની યાત્રા થવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં વધારે ધ્યાન આપવાના કારણે પરિવાર અને સંબંધીઓ નિરાશ થઇ શકે છે. કોઇ જૂની નકારાત્મક વાતને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. પરિવાર તથા બાળકો સાથે પણ થોડો સમય પસાર કરવો જરૂરી છે.

કન્યાઃ-
પોઝિટિવઃ- આજે વિચારોમાં વધારે ભાવુકતા રહેશે. તમારા રસના કાર્યોમાં સમય પસાર કરીને તમને સુખ અનુભવ થશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં યોગ્ય લાભની સંભાવના છે. સંબંધીઓ તથા ભાઇઓ-બહેનો સાથે સંબંધ વધારે મધુર થઇ શકે છે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસથી હટીને મોજ-મસ્તીમાં રહી શકે છે. જેના કારણે તેઓ તેમના લક્ષ્યથી ભટકી શકે છે. મામા પક્ષ સાથે કોઇપણ પ્રકારના ધનને લગતી લેવડ-દેવડ ન કરો. બિનજરૂરી યાત્રાને ટાળવી યોગ્ય રહેશે.

તુલાઃ-
પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી થોડા નજીકના સંબંધીઓ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો હતો, તે કોઇની મધ્યસ્થતાથી દૂર થઇ શકે છે. સમય થોડો મિશ્રિત પ્રભાવ લઇને આવ્યો છે, પરંતુ તેને સારો કઇ રીતે બનાવવો તે તમારી ક્ષમતા ઉપર નિર્ભર કરે છે.

Leave a Reply

You cannot copy content of this page