જીવનમાં એકલતા દૂર કરવા 68 વર્ષના વરરાજા અને 65 વર્ષની દુલ્હને કર્યાં અનોખા લગ્ન

સુરત શહેરમાં એક લગ્ન અને સત્કાર સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે લગ્ન કોઈ યુવાન નહીં પરંતુ 68 વર્ષીય વરના હતા. 68 વર્ષની ઉંમરે લગ્ન કરવાની શું જરૂર પડી એ પ્રશ્ન દરેક લોકોને સતાવશો હશે? અંકલેશ્વર ખાતે રહેતા હરીશભાઈ પટેલની પત્નીનું બિમારી બાદ અવસાન થયું હતું ત્યાર બાદ તેઓ એકલતા અનુભવતા હતા. તેઓ દ્વારા અનુબંધ ફાઉન્ડેશનને એકલતા દૂર કરવા લગ્ન કરવા ઉત્સુક હોવાનું જણાવ્યું હતું.

હાલ એક અનોખા લગ્નનું સુરત શહેર સાક્ષી બન્યું છે. અંકલેશ્વરના વરરાજા અને મુંબઈની વધુના અનોખા લગ્ન સુરતના આંગણે યોજાયા હતાં. આ લગ્ન બાદ સુરતમાં જ સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. 68 વર્ષીય વર અને 65 વર્ષીય વધુના અનોખા લગ્ન યોજાયા હતા. મહત્વની વાત એ છે કે, દીકરીએ માતાને હરખથી વળાવી હતી.

બીજી તરફ મુંબઈમાં રહેતા જ્યોત્સનાબેન જૈન બે દીકરી અને એક દિકરાના લગ્ન અને પતિના ગુજરી ગયા પછી એકલતા અનુભવતા હતા. તેઓ ગત વર્ષે અનુબંધ ફાઉન્ડેશન દ્વારા મુંબઇમાં એક સમારંભ યોજ્યો હતો. ત્યારબાદ તેમને પણ લગ્ન કરવાની ઈચ્છા થઈ ગઈ હતી. લગ્ન માટે અનુબંધ ફાઉન્ડેશન દ્વારા બને વ્યક્તિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી ત્યાર બાદ બન્ને લગ્ન નક્કી થયા હતાં.

અંકલેશ્વરના 68 વર્ષના વર અને મુંબઈના 65 વર્ષીય વધૂ રવિવારે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. ત્યાર બાદ આ કપલે વડોદરામાં રહેવું પસંદ કર્યું હતું. મુંબઈના વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવાનો વિચાર પોતાના બાળકો સામે મુક્યો હતો જે તેમના બાળકોએ રાજી-ખુશીથી અપનાવ્યો હતો.

અનુબંધ ફાઉન્ડેશનના નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત મહિને સુરતમાં જ્યોત્સ્નાબેન અને હરીશભાઈ વચ્ચે મીટિંગ યોજાઈ હતી. જેમાં બંને લગ્ન કરવા રાજી થયાં હતાં. જ્યારે જ્યોત્સ્નાબેનનાં બાળકોએ હરીશભાઈ સાથે મીટિંગ કરી હતી. ત્યાર બાદ 13 ડિસેમ્બરે સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા હતાં. જ્યોત્સ્નાબેન અને હરીશભાઈએ રહેવા વડોદરાનો ગોત્રી વિસ્તાર પસંદ કર્યો હતો. જ્યાં હરીશભાઈએ જ્યોત્સ્નાબેનના પસંદનો એક ફ્લેટ બુક કરાવ્યો હતો.

લગ્ન બાદ હરીશભાઈ અને જ્યોત્સનાબેન ત્રણ દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી, 2 દિવસ પોઈચા અને 2 દિવસ સાપુતારા ખાતે હનીમૂન મનાવવા પહોંચ્યા હતા ત્યાર બાદ સુરત ખાતે તેમના લગ્નનો સત્કાર સમારંભ પણ યોજવામાં આવ્યો હતો. આ નવા કપલે પોતે હવે લગ્ન બાદ વડોદરા રહેવા જવાનું પણ નક્કી કર્યું છે.

Leave a Reply

You cannot copy content of this page