છાતી ગજ ગજ ફૂલશે! બે રૂમના કાચા-પાકા મકાનમાં રહીને આ ચારેય ભાઈ-બહેનો ભણ્યાં, હવે છે IAS ને IPS

નવી દિલ્હીઃ સિવિલ સર્વિસને દેશના સૌથી જાણીતા ક્ષેત્રોમાં ગણવામાં આવે છે. તેના માટે યુપીએસસીની પરીક્ષા આપવી પડે છે, જેને પાસ કરવા માટે મજબૂત ઈરાદાઓની જરૂર પડે છે. અર્જુનની જેમ તમારે માછલીની આંખ પર નજર રાખવાની હોય છે. દિવસ-રાત અભ્યાર કરીને પણ બાળકો સફળતા નથી મેળવી શકતા. પર શું તમે સાંભળ્યું છે કે એક જ પરિવારના ચારેય ભાઈ બહેન IAS-IPS હોય. જી હાં, સાંભળીને ભલે તમને વિશ્વાસ ના આવે પરંતુ આ સત્ય છે. એક જ પરિવારના ચારેય ભાઈ-બહેન અધિકારી છે. આજે અમે તમને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના લાલગંજના અધિકારી પરિવારની કહાની કહેવા જઈ રહ્યા છે. બહેન નાપાસ શું થઈ ગઈ ભાઈએ નક્કી કરી લીધું કે, હવે તે IAS અધિકારી બનીને જ તેની પાસે રાખડી બંધાવવા આવશે.

Advertisement

આ કહાની છે મિશ્રા પરિવારની જેમાં બે ભાઈ અને બે બહેનોએ 3 વર્ષની અંદર સિવિલ સર્વિસિસની પરીક્ષા પાસ કરીને ઈતિહાસ રચી દીધો. પ્રતાપગઢમાં રહેતા અનિલ મિશ્રા મેનેજર તરીકે સ્થાનિક ગ્રામીણ બેંકમાં કામ કરતા હતા. તે તેમની પત્ની કૃષ્ણા અને ચાર સંતાનો યોગેશ, લોકેશ, ક્ષમા અને માધવી સાથે બે રૂમના ઘરમાં રહેતા હતા. અનિલ મિશ્રાની એક જ ઈચ્છા હતી કે ચારેય સંતાનો મોટા થઈને તેમનું નામ રોશન કરે. ચારેય બાળકો અભ્યાસમાં સારા હતા. એવામાં તેમણે પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસમાં જવાનો નિર્ણય લીધો.

Advertisement

ચારેય ભાઈ-બહેનના જીવનમાં સંઘર્ષ ઓછો નહોતો. માધવી જણાવે છે કે, ચારે ભાઈ-બહેનમાં ઉંમરનો વધુ ફેર નથી. તમામ એકબીજાથી એક કે બે વર્ષ નાના મોટા છે. તેઓ એકસાથે રહીને ભણતા હતા અને સિવિલ સર્વિસિસની તૈયારી કરતા હતા. ખાલી 2 રૂમનું મકાન હતું અને જો કોઈ મહેમાન આવી જાય તો ખૂબ જ તકલીફ પડતી હતી. પરંતુ ચારેયે તમામ મુશ્કેલીઓને હરાવીને લક્ષ્ય મેળવ્યું.

ચારેય ભાઈ બહેનોમાં સૌથી પહેલા યોગેશે 2013માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી. જેની પાછળ એક બહુ મોટી ઘટના હતી. સૌથી મોટા ભાઈ યોગેશ જણાવ્યું હતું કે IAS બનતા પહેલા તે સૉફ્ટવેર એન્જિનિયર હતા અને નોએડામાં કામ કરતા હતા. એ સમયે તેમની બંને બહેનો ક્ષમા-માધવી દિલ્લીમાં સ્થાનિક સેવાઓની તૈયારી કરી રહી હતી. રક્ષાબંધનના આગલા દિવસે બંનેની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું અને તે નાપાસ થયા હતા. એના એક દિવસ બાદ હું રાખડી બંધાવવા તેમની પાસે ગયો અને તેમનો ઉત્સાહ વધાર્યો.

એ જ દિવસે મેં મન બનાવી લીધું કે પહેલા ખુદ IAS બનીને બતાવીશ, જેનાથી મારા નાના ભાઈ બહેનોને પ્રેરણા આપી શકું. હું બીજીવાર રાખડી બંધાવવા આવીશ તો IAS બનીને જ. પછી મેં તૈયારીઓ શરૂ કરી અને પહેલા જ પ્રયાસે IAS બની ગયો. જે બાદ મે નાના ભાઈ-બહેનોને માર્ગદર્શન આપ્યું. યોગેશ રિઝર્વ લિસ્ટમાં સીએસઈ 2013માં પસંદગી પામ્યા હતા. અને તેમની આ સફળતા ભાઈ બહેન માટે પ્રેરણા બની.

યોગેશ બાદ માધવીએ CSE 2014 AIR 62 સાથે પાસ કરી. આ દરમિયાન લોકેશે સીએસઈ 2014માં રિઝર્વ લિસ્ટમાં પોતાનું નામ જોયું. જોકે, તેમને પોતાના પર ભરોસો હતો. તેમણે વધુ એક પ્રયાસ કર્યો. ચાર ભાઈ બહેનમાં સૌથી મોટા છે યોગેશ મિશ્રા, જે IAS છે. કોલકાતામાં રાષ્ટ્રીય તોપ અને ગોળા નિર્માણમાં અધિકારી છે.

બીજા નંબર પર છે ક્ષમા મિશ્રા. જે IPS છે. તેઓ કર્ણાટકમાં ફરજ પર છે. ત્રીજા નંબર પર છે માધવી મિશ્રા. જે ઝારખંડ કેડરની IAS રહ્યાં અને કેન્દ્રના ખાસ નિયુક્તિ પર દિલ્હીમાં પણ તહેનાત રહ્યાં. ચોથા નંબર પર છે લોકેશ મિશ્રા, જે પણ IAS બનીને પરિવારનું નામ રોશન કરી ચુક્યા છે.

આખા ગામમાં આ અધિકારી પરિવારની બોલબાલા છે. સૌ કોઈ એ સાંભળીને હેરાન છે કે, એક જ પરિવારના ચાર બાળકો અધિકારી છે. IPS અને IAS બનીને દેશની સેવા કરી રહ્યા છે.

પિતા અનિલ મિશ્રા કહે છે કે, તેમને પોતાના સંતાનો પર ગર્વ છે. તેમના ચારેય બાળકોમાં ખૂબ જ પ્રેમ છે. ઉંચા હોદા પર હોવા છતા તેઓ તહેવારો પર જરૂરથી મળે છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page