કોળી સમાજનું ગૌરવઃ એક ટેમ્પોચાલકનો દીકરો પહોચ્યો IPLમાં, દીકરાએ પોતાની મહેનતથી પિતાનું નામ રોશન કર્યું

થોડા દિવસ પહેલા જ દેશની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL માં ખેલાડીઓની નીલામી થઈ હતી. જેની અંદર ટેલેન્ટેડ ખેલાડીઓ પણ ખરીદવામાં આવ્યા હતા. આઈપીએલમાં પાંચ ગુજરાતી ખેલાડીઓની પસંદગી થઇ જેમાં સૌથી વધુ કિંમતે એક સામાન્ય પરિવારમાંથી આવનારા ચેતન સાકરીયાને ખરીદવામાં આવ્યો.

ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલની ટીમ દ્વારા 1.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. ચેતનની આઇપીએલ સુધી પહોંચવાની સફર પણ ખરેખર અદભુત છે. ખુબ જ તકલીફ ભરેલા જીવનમાંથી પોતાની મહેનત દ્વારા આ ક્ષેત્રમાં પહોંચવું તેના માટે ખુબ જ મુશ્કેલ હતું તે છતાં પણ તેને કરી બતાવ્યું.

ભાવનગરના વરતેજ ગામના વતની ચેતન સાકરીયા ખુબ જ સાધારણ પરિવારમાંથી આવે છે. ચેતનને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખુબ જ રસ હતો.

આઇપીએલ  સુધી પહોંચવામાં ચેતનની  ખુબ જ મહેનત છે. તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયા હતી પરંતુ તેના પર્ફોમન્સના કારણે તેની બોલી લાગી અને 1.2 કરોડમાં છેલ્લે તે ખરીદાયો.

ચેતનને આજે સૌરાષ્ટ્રના સૌથી ફાસ્ટ બોલર તરીકે ઓળખાવમાં આવે છે ત્યારે રાજસ્થાન રોયલ દ્વારા ચેતનની પસંદગી બાદ પોતાનો કોળી સમાજ તથા સમગ્ર ભાવનગરમાં પણ લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

ચેતનની આર્થિક હાલત ખુબ જ ખરાબ હતી. તેના પિતા કાનજીભાઈ એક ટેમ્પો ચાલાવે છે અને માતા ગૃહિણી છે.

ચેતન સાકરીયાના જણાવ્યા પ્રમાણે તેના ભાઈએ 2021 માં જ આત્મહત્યા કરી લીધી હતી. એ સમય દરમિયાન તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી રહ્યો હતો. જ્યારે તે ઘરે પહોચ્યો ત્યારે તેના પાપાએ જણાવ્યું હતું

ચેતન ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો પરંતુ ક્રિકેટ પ્રત્યેનો રસ તેને ક્રિકેટ તરફ લઇ જતો અને તેના કારણે ઘણીવાર ખોટું બોલી અને તે શાળા છોડી ક્રિકેટ રમવા માટે પણ ચાલ્યો જતો હતો.

એક સમય એવો પણ આવ્યો હતો જયારે ચેતનને ક્રિકેટ છોડવી પડે તેમ હતું, પરંતુ કહેવાય છે કે જ્યાં ચાહ હોય ત્યાં રાહ મળી જ આવે છે. આ દરમિયાન તેના મામાએ તેને પાર્ટ ટાઈમ કામ અપાવ્યું અને ક્રિકેટની રમત પણ ચાલુ રખાવી.

 

જેના કારણે આજે ચેતન આઇપીએલમાં સ્થાન મળેવી શક્યો છે. અને માત્ર 22 વર્ષની ઉંમરે જ ગુજરાતના સૌથી મોંઘા ખેલાડી તરીકે 1.2 કરોડમાં રાજસ્થાનની ટિમ દ્વારા તેને ખરીદવામાં આવ્યો છે.

Leave a Reply

You cannot copy content of this page