કાળરાત્રીઃ ભયાનક અકસ્માતમાં એકીસાથે 6-6 ઘરના ચિરાગ બુઝાયા, એક કોલોનીમાંથી એકીસાથે ચાર અર્થીઓ ઉઠી, મનને વિચલિત કરતી તસવીરો

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક રોડ એક્સિડેન્ડમાં છ મિત્રનાં મોત થયાં છે. તેઓ પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા. તેમની ફુલ સ્પીડે જતી કાર ટેન્કરની પાછળ અથડાઈ ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પરનું સ્ટેપની તૂટી ગયું હતું અને કારની આગળ અને પાછળની સીટનો ભાગ લગભગ એકબીજાને ચોંટી ગયો હતો.

બે મિત્ર સીટ પરથી ઊછળીને બોનેટ પર આવી ગયા હતા. તેમાંથી કોઈનો હાથ તો કોઈનું માથું ઘડથી અલગ થઈ ગયાં હતાં. આ દુર્ઘટના સોમવારે રાતે અંદાજે એક વાગે નિરંજન ચાર રસ્તા ઘટી હતી. તેઓ દેવાસ તરફથી આવી રહ્યા હતા. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ પાર્ટી કરવા ક્યાં ગયા હતા અને આ ઘટના કઈ સ્થિતિમાં ઘટી હતી.

ઈન્દોરમાં સોમવારે રાત્રે ઉભેલા એક ટેન્કરમાં દોઢ સો કિલોમીટરની ઝડપથી એક કાર ઘૂસી જતા છ ઘરોના ચિરાગ બૂઝાઈ ગયા છે. તે આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના છે. એક કોલોનીમાંથી ચાર અર્થીઓ એક સાથે ઉઠી તો સૌ કોઈના હૃદયમાં આઘાત હતો. મૃતકોમાં સામેલ સોનુ, ઋષિ, સુરજ અને દેવ તેમના ઘરના એકના એક ચિરાગ હતા.

આ દુર્ઘટનાની હકીકત જાણી તો ખૂબ જ આઘાતજનક બાબત સામે આવી. બે દિકરાને ગુમાવી ચુકેલા પરિવારને જ્યારે પોલીસે રાત્રે માહિતી આપવા ફોન કર્યો તો જવાબ મળ્યો કે અમારા બાળકો તો ઘરમાં જ ઉંઘી રહ્યા છે, જોકે, જ્યારે તેમણે રૂમમાં જઈ જોયું તો માલૂમ પડ્યું કે તેમના બન્ને બાળકો જ ત્યાં ન હતા. ચેનલ ગેટ પર બહારથી તાળુ લગાવાયેલું હતું.

બીજી ઘટના યાદવ પરિવારની છે. જ્યારે સુમિત મોડી રાત સુધી ઘરે પરત ફર્યો નહીં તો બહેને તેને ફોન કર્યો. કોલ સુમિતને બદલે એમ્બ્યુલેંસવાળાએ ઉઠાવ્યો અને આ ઘટનાની જાણ કરી.

કોરોનાને પગલે રશિયાથી પરત આવ્યો હતો સોનુ
23 વર્ષિય સોનુ જાટ ત્રણ બહેનોનો એક ભાઈ હતો. તે ડોક્ટર બનવા ઈચ્છતો હતો. માટે રશિયામાં અભ્યાસ કરવા ગયો હતો. કોરોનાને લીધે પરિવારે તેને ઈન્દોર બોલાવી લીધો હતો. સોનૂના પિતાનો ઈન્દોરમાં ગાડીઓનો કારોબાર છે. તે મૂળતઃ જિલ્લાના સરદારપુરનો રહેવાસી હતો. પરિવારજનો મુ્નાલાલ જાટ જણાવે છે કે સોનુ રાત્રે 8 વાગે માતાને એમ કહીને નિકળ્યો હતો કે તે મિત્રો સાથે પાર્ટી કરવા જઈ રહ્યો છું. મોડો આવીશ, મારા માટે ભોજન બનાવતા નહીં. થોડી વાર બાદ ઘરની સામે ત્રણ મિત્રો એક કાર લઈને આવ્યા અને હોર્નનો અવાજ સાંભળતા જ સોનુ બહાર નિકળી ગયો. નાની બહેને રાત્રે આશરે 1 વાગે તેનો કોલ કર્યો તો આ દુર્ઘટનાની જાણ થઈ હતી.

જેમના વિશે વિચાર કર્યો હતો કે તે ઉંઘી રહ્યો છે, તેના મૃત્યુ અંગે સમાચાર મળ્યા
માલવીય નગરના સૂરજ વિષ્ણુ બૈરાગી અને પિત્રાઈ ભાઈ દેવ (28)નું મૃત્યુ થઈ ગયું. સૂરજની એક બહેન છે, જે પુણેમાં રહે છે. સૂરજ એકનો એક દિકરો હતો અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. તેને જીમનો ઘણો શોખ હતો. આરટીઓમાં રજિસ્ટર્ડ નંબર પ્રમાણે કાર સૂરજની હોવાની જાણકારી મળી છે.

પિત્રાઈ ભાઈ દેવની પણ એક નાની બહેન છે. તે બીબીએમાં અભ્યાસ કરે છે. પરિવારવાળાનું કહેવું છે કે આ બન્નેએ બહાર જવા અંગે કોઈ જાણકારી આપી ન હતી. મોડી રાત્રે પોલીસે ફોન પર આ ઘટના અંગે જાણકારી આપી તો પરિવારે કહ્યું અમારા બાળકો ઘરમાં ઉંઘી રહ્યા છે. જોકે જ્યારે તેમણે રૂમમાં જઈને જોયું તો ચેનલનો ગેટ બહારથી બંધ હતો. સૂરજના રૂમમાં કોઈ ન હતું. હોસ્પિટલ જઈ તપાસ કરી તો દ્રશ્ય જોતાની સાથે જ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ.

મોટાભાઈને પાર્ટીમાં જવાનું કહી ગયો હતો સુમિત
ભાગ્યશ્રી કોલોનીના રહેવાસી સુમિતનું પણ મૃત્યુ થયું છે. સુમિતના પિતા અમર સિંહ યાદવ મોહલ્લામાં જ ભાડાની દુકાન ચલાવે છે. તે પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. ઘર પર ભાઈ શુભમ જ હતો. સુમિતે મિત્રો સાથે જતા પહેલા ભાઈ શુભમને કહ્યું કે બહાર જઈ રહ્યો છું. બીજી બાજુ મોડી રાત્રે દિકરાના મૃત્યુ અંગે જાણકારી આપતા જ રાત્રે જ પિતા કાનપુરથી આવ્યા હતા. જોકે ઉતાવળમાં તેમને પણ વચ્ચે માર્ગ અકસ્માત નડ્યો. જોકે તેમને કોઈ જ પ્રકારની ઈજા પહોંચી નહીં.

પાર્ટી માટે ઘરેથી પોતાની કાર લઈ નિકળ્યો હતો ચંદ્રભાણ
ચંદ્રભાણ ઉર્ફે છોટૂ ગુજરાતી કોલેજમાં બીકોમનો વિદ્યાર્થી હતો. મોડી રાત્રે તે ઘરેથી ચાવી લીધી અને કહ્યું કે મિત્રની પાર્ટીમાં જઈ રહ્યો છું. મોટાભાઈ હરિઓમને એવા સમયે દુર્ઘટનાની જાણ થઈ કે જ્યારે ક્ષેત્રમાં જ રહેતા પોલીસ જવાન રાજેન્દ્ર કુમારનો કોલ આવ્યો. તેમણે જાણકારી આપી કે ગાડી અકસ્માતનો શિકાર બની છે. આ ઘટના બાદ ઘરના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. ઘરવાળા છોટૂને કોલ કરતા રહ્યા પણ તેણે એક વખત પણ ફોન રિસીવ કર્યો નહીં. ત્યારબાદ તે હોસ્પિટલ પહોંચ્યા તો છોટૂ કફનમાં લિપટેલો મળ્યો.

ટાઈલ્સ કારોબારીના દિકરાનું પણ દુર્ઘટનામાં મોત
ITIમાં અભ્યાસ કરતો ઋષિના પિતા ટાઈલ્સનો કારોબાર ધરાવે છે. તે તેમનો એકમાત્ર સંતાન હતું. પૂરો પરિવાર માતા-પિતા, દાદા-દાદી સાથે રહેતો હતો. તે પણ ઘરે પાર્ટીનું કહીને બહાર ગયો હતો.

Leave a Reply

You cannot copy content of this page