ચૂંટણીમાં હારી ગયો ઉમેદવાર છતાંય કર્યું એવું કામ કે લોકો થઈ ગયા ખુશખુશાલ

રાજસ્થાનના જોધપુરથી એક એવો મામલો બહાર આવ્યો છે, જ્યાં હારેલાં ઉમેદવારે જ્યારે ધન્યવાદ સભા રાખી તો લોકો એટલાં ભાવુક થઈ ગયા, કે તેમણે સભામાં જ 21 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા.

વાસ્તવમાં આ મામલો જોધપુરનાં પીપાડ તાલુકાનાં નાનણ ગામનો છે. અહીં એક અનોખી મિસાલ જોવા મળી છે. પંચાયતની ચૂંટણીનાં અંતિમ તબક્કામાં સુંદરી દેવીએ મક્કુદેવીને 84 મતોથી હરાવ્યા હતા. આ મામૂલી અંતરની હાર બાદ એક ધન્યવાદ સભા રાખવામાં આવી હતી. આ સભામાં ગામ લોકોએ તેમને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો હતો.

રકમ એકત્ર કરવામાં ઉમેદવારના પારિવારિક મિત્ર શ્યામ ચૌધરીએ સાડા પાંચ લાખ રૂપિયા, બીજા મિત્રએ 51 હજાર રૂપિયા આપ્યા, જ્યારે વર્તમાન સરપંચ ભાનારામે એક લાખ 11 હજાર રૂપિયા આપ્યા. આમ જોત-જોતામાં જ 21 લાખ રૂપિયા ભેગા થયા. એટલું જ નહીં, આભાર સભામાં દરેક માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સભામાં 21 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. ગામના લોકોએ મક્કુ દેવીના પતિના માથા પર નોટોની થાળી મૂકીને તેમને ઘરે વિદાય આપી હતી. ત્યારબાદ આભારવિધિ સભામાં ઉમેદવારે ચૂંટાયેલા વોર્ડ પંચોને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. મનોબળ વધારવા ગ્રામજનો દ્વારા લેવામાં આવેલું આ પગલું ચર્ચાનો વિષય બન્યું હતું.

જણાવી દઈએકે, રાજસ્થાનમાં પંચાયતની ચૂંટણીના ચોથા તબક્કા હેઠળ જોધપુર જિલ્લાની તિવરી ઓસિયા પીપાડ ગ્રામ પંચાયતના 10 ઓક્ટોબરના રોજ સરપંચ ચૂંટાયા હતા. નાનણ ગામમાં મક્કુ દેવી દેવાસી, સુન્દરી દેવી, પ્રિયંકા અને કિરણ ચૂંટણી મેદાનમાં હતા, સુંદરીદેવીને 2051 અને મક્કુ દેવીને 1967 મત મળ્યા હતા.

Leave a Reply

You cannot copy content of this page