બે યુવતીઓ સાથે આ યુવકે કર્યાં લગ્ન, ત્રણેયમાંથી કોઈના પણ પરિવારે ના કર્યો વિરોધ

છત્તીસગઢના બસ્તરમાં યોજાયેલા લગ્નએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અહીં રહેતા ચંદુ નામના યુવકે તેની બંને ગર્લફ્રેન્ડની સાથે એક જ મંડપ નીચે લગ્ન કર્યા હતા. આ યુવક લાંબા સમયથી તેની બંને ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં હતો. આ લગ્ન 3 જાન્યુઆરીએ યોજાયા હતા, જેમાં ગામના ઘણા લોકો સામેલ થયા હતા.

ચંદુએ જણાવ્યુ કે બંને છોકરીઓ તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. તેથી તે કોઈને છેતરવા માંગતો ન હતો. આશરે ત્રણ વર્ષ પહેલા તે તોકાપાલ વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રિક પોલ્સને લગાવવા ગયો હતો. ત્યાં તેની મુલાકાત 21 વર્ષની સુંદરી કશ્યપ સાથે થઈ અને બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં. પછી ફોન પર વાતચીત શરૂ થઈ, લગ્નની યોજનાઓ થવા લાગી.

આ સંબંધના એક વર્ષ પછી, 20 વર્ષીય હસીના બઘેલ ચંદુના ગામમાં એક સંબંધીના લગ્નમાં આવી હતી. બંનેએ એક બીજાને જોયા અને પ્રેમમાં પડી ગયા. આ પછી બંનેએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો અને ચંદુએ જણાવ્યું હતું કે, તેઓ પહેલેથી જ કોઈની સાથે સંબંધમાં છે. હસીનાને પણ આમાં કોઈ વાંધો નહોતો.

ચંદુએ એક દિવસ હસીના અને સુંદરીને એક બીજાનો પરિચય કરાવ્યો. બંનેને તેની સાથે સંબંધ બાંધવામાં કોઈ તકલીફ નહોતી. પરંતુ જ્યારે સુંદરીને ખબર પડી કે હસીના ચંદુનાં ઘરે તેની સાથે રહેવા લાગી છે, ત્યારે તેણે કંઈક આવું જ કર્યું અને તે પણ તેના ઘરે આવી રહેવા લાગી. ત્યારબાદથી ત્રણેય પરિવારની જેમ ઘરમાં રહેવા લાગ્યા.

હસીનાના પરિવારજનોએ આ લગ્નમાં ભાગ લીધો હતો. પરંતુ સુંદરીના ઘરેથી કોઈ આવ્યું ન હતું. બીજી તરફ, સુંદરીને લાગે છે કે તેના પરિવારના સભ્યો જલ્દીથી આ લગ્ન માટે સંમત થઈ જશે. આ લગ્ન હિન્દુ મેરેજ એક્ટ હેઠળ માન્ય નથી. પરંતુ આવા લગ્નને આદિવાસી સંસ્કૃતિમાં માન્યતા છે.

ચંદુએ જણાવ્યું હતું કે, જ્યારે ત્રણેય લગ્ન વિના સાથે રહેવા લાગ્યા ત્યારે બધાએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ ગામ લોકોએ ભેગા થઈને અમારા ત્રણેયના એક જ મંડપમાં લગ્ન કરાવ્યા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ આવીને તેમને આશીર્વાદ આપ્યા હતા.

Leave a Reply

You cannot copy content of this page