સુંદરતામાં અભિનેત્રીઓને ટક્કર આપે છે કુનાલની પત્ની પંખુરી, દિયર હાર્દિકને શું કહીને બોલાવે છે?

વડોદરાઃ હાર્દિક પંડ્યાના પિતા હિમાંશું પંડ્યાનું 16 જાન્યુઆરીન રોજ હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. પિતાના આકસ્મિક નિધનથી હાર્દિક તથા કૃણાલ પંડ્યા ભાંગી પડ્યા હતા. કૃણાલ પંડ્યાને પત્ની પંખુરી શર્માએ સંભાળ્યો હતો તો હાર્દિકને નતાશાએ. કૃણાલ તથા પંખુરીની લવ સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે. કુનાલે પંખુરીનો ફોટો જોયો હતો અને તેને તે પસંદ આવી ગઈ હતી. પંખુરી શર્મા પંજાબી છે અને કૃણાલ ગુજરાતી છે. જોકે, પંખુરી શર્મા દેરાણી નતાશાને સુંદરતામાં બરોબરની ટક્કર આપે છે. વિદેશી નતાશા આગળ દેશી પંખુરી વટનો કટકો લાગે છે.

કેવી રીતે થઈ મુલાકાત? પંખુરી શર્મ મુંબઈમાં ઈવેન્ટ્સ તથા સેલિબ્રિટી મેનેજમેન્ટનુંક મ કરતી હતી. આવા જ કોઈક કામના સંદર્ભમાં કૃણાલ પંડ્યા સાથે ફોન પર વાત થઈ હતી. ત્યારબાદ કૃનાલે પંખુરીની તસવીરો જોઈ હતી અને તેને મળવાની ઈચ્છા પ્રગટ કરી હતી. 2016માં આઈપીએલ દરમિયાન કૃનાલે કો-ઓર્ડિનેર મયુરને કહ્યું હતું કે તે પંખુરીને મળવા માગે છે. આ રીતે પંખુરી તથા કૃનાલની મુલાકાત થઈ હતી.

સતત મુલાકાતો થઈઃ પંખુરીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કૃણાલ ઈજાગ્રસ્ત હોવાથી તે લાંબા સમય સુધી મુંબઈમાં જ રહ્યો હતો. આ વાત સારી છે કે ખરાબ તે તેન ખ્યાલ નથી. જોકે, તે મુંબઈમાં હોવાથી અવારનવાર કૃનાલને મળતી હતી. તે ઓફિસમાં રજા પાડીને કૃનાલને મળવા પહોંચી જતી હતી. આમ તો તે બહુ બોલતી નથી. જોકે, કૃણાલ આગળ તે નોન સ્ટોપ બોલે જ રાખતી હતી.

ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ જેવા સંબંધો નહોતાઃ કૃણાલતથા પંખુરી માને છે કે તેઓ ક્યારેય ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડની જેમ રહ્યા નહોતાં. તેમણે પહેલાં જ એકબીજા આગળ સ્પષ્ટતા કરી દીધી હતી કે તેઓ એકબીજા પ્રત્યે હંમેશાં પ્રામાણિક રહેશે. તેઓ હંમેશાં એકબીજાને દરેક વાતો કહી દે છે. તેઓ સારા મિત્રો છે.

પહેલાં દિવસથી કનેક્શન હોવાનું લાગ્યું હતું: કુનાલે પંખુરી અંગે વાત કરતાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની વચ્ચે ક્યારેય પહેલી નજરનો પ્રેમ નહોતો. તેઓ કોમન ફ્રેન્ડની મદદથી એકબીજાને મળ્યા હતા. તેઓ એકબીજાને નિયમિત મળતા હતા. જોકે, તેન પહેલા જ દિવસે લાગ્યું હતું કે તેમની વચ્ચે કંઈક તો કનેક્શન છે. તેઓ હંમેશાં સારા મિત્રો છે અને તેમના સંબંધોની આ સૌથી સારી બાબત છે. તેઓ મિત્રો વધારે છે. તેને પંખુરીની સાદગી ઘણી જ ગમે છે. આ ઉપરાંત તે પરિપક્વ છે અને તેને પરિવાર પ્રત્યે ઘણો જ પ્રેમ છે.

કૃણાલે કેવી રીતે પંખુરીને પ્રપોઝ કર્યું? વર્ષ 2017માં આઈપીએલમાં મુંબઈ ટીમ ફાઈનલ જીતી હતી તે દિવસે કૃણાલે પંખુરીને પપ્રોઝ કર્યું હતું. પંખુરીના મતે કૃણાલે રાતના બે વાગે તેને પ્રપોઝ કર્યું હતું અને તેણે તરત જ હા પાડી દીધી હતી. તેને આજે પણ તે દિવસ યાદ છે. તે દિવસે આઈપીએલ ફાઈનલમાં મુંબઈ ટીમ જીતી હતી અને મેન ઓફ ધ મેચની ટ્રોફી કુનાલને મળી હતી. કોઈ રાતના 2 વાગે પપ્રોઝ કરવાનું વિચારી શકે નહીં. જોકે, કૃણાલે આવું જ કર્યું. કુનાલે કહ્યું હતું કે મેચ પહેલાં તેનું બધું જ ધ્યાન તેના પર્ફોર્મન્સ પર હતું. જ્યારે તે મેચ જીતી ગયો પછી તેણે આ બેસ્ટ ક્ષણોમાં પંખુરીને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું હતું અને આ વિનિંગ મોમેન્ટને યાદગાર બનાવી દીધી હતી.

પંખુરી રૂમમાં રાહ જોતી હતીઃ પંખુરીએ કહ્યું હતું કે તે કુનાલા ભાઈ હાર્દિક પંડ્યા સાથે રૂમમાં બેસીને કૃણાલપંડ્યાની રાહ જોતી હતી. અચાનક તેણે સંગીતનો અવાજ સાંભળ્યો અને તેણે જોયું કે કૃણાલગીત ગાય છે. તેને શરૂઆતમાં લાગ્યું કે તે આજે ખુશ છે, એટલે ગીતો ગાય છે. જોકે, પછી કૃણાલહાથમા કેક હતી અને તેની પર લખવામાં આવ્યું હતું કે ‘વીલ યુ મેરી મી?’ શરૂઆતમાં તો તેણે કેક પર શું લખ્યું છે તે વાંચ્યું પણ નહોતું. તેને એમ જ હતું કે કૃણાલતેના ચહેરા પર કેક લગાવવાનો છે. પછી કૃણાલ ટ્રોફી લઈને ઘુંટણી બેસી ગયો હતો અને તેને પ્રપોઝ કર્યું હતું. તેણે તરત જ હા પાડી દીધી હતી.

27 ડિસેમ્બર, 2017ના રોજ લગ્ન કર્યાઃ પંખુરી તથા કૃણાલે મુંબઈની JW મેરિયોટ હોટલમાં 27 ડિસેમ્બર, 2017ના રોજ લગ્ન કર્યાં હતાં. ત્યારબાદ રિસેપ્શન આપ્યું હતું. લગ્નમાં પરિવાર તથા મિત્રો હાજર રહ્યાં હતાં. તો રિસેપ્શનમાં પણ નિકટના પરિવારજનો તથા મિત્રોને બોલવવામાં આવ્યા હતા. રિસેપ્શનમાં સચિન તેંડુલકર પણ આવ્યો હતો. જાનમાં કૃણાલ પંડ્યા ઘોડી પર આવવાને બદલે બુલેટમાં બેસીને આવ્યો હતો. પંખુરીએ કહ્યું હતું કે કૃણાલનું ફેમિલી માત્ર ફૂડમાં જ ગુજરાતી છે. બાકી તેઓ ધમાલ મસ્તી કરવામાં એકદમ પંજાબી જ છે. પંખુરીને ક્રિકેટ સહેજ પણ પસંદ નથી. જોકે, તે પતિ કુનાલની દરેક મેચ સ્ટેડિયમ અથવા તો ટીવી પર જુએ જ છે.

ભાભી-દિયર વચ્ચે કેવા છે સંબંધો? હાર્દિક પંડ્યા તથા પંખુરી શર્મા વચ્ચે ઘણું જ સારું બોન્ડિંગ છે. પંખુરી શર્મા પોતાના દિયરને બેબી બ્રધર કહીને બોલાવે છે. આ ઉપરાંત તે હાર્દિકને પોતાના બાળક જેવો ગણે છે અને તેને બેબી કે બેબી બ્રો કહે છે. તો સામે હાર્દિક ભાભી પંખુરીને પંખુ બેટુ, જાન, બહેન, ફ્રેન્ડ તથા માતા માને છે.

પંખુરીના પરિવારમાં કોણ કોણ છે? વાત જો પંખુરીના પરિવારની કરવામાં આવે તો તેના પિતા રાકેશ શર્મા મુંબઈમાં બિઝનેસમેન છે. જ્યારે માતા અનુપમા શર્મા ગોવામાં ઈન્ટિરિયર ડિઝાઈનર છે. મોટી બહેન તાન્યા છે. પંખુરી નાની છે.

Leave a Reply

You cannot copy content of this page