હનુમાનજીના સાચા ભક્ત છો તો ઘરમાં ક્યારેય કેસરીનંદનની આવી તસવીરો ના રાખશો નહીંતર…

અમદાવાદઃ સંકટમોચન હનુમાનજી ભક્તો પર આવતા તમામ કષ્ટો તથા મુશ્કેલીઓ દૂર કરે છે. માન્યતા છે કે ભગવાન હનુમાન જલ્દીથી પ્રસન્ના થાય છે. તેમની પૂજાપાઠમાં વધુ કંઈ કરવાની જરૂર રહેતી નથી. કદાચ આ જ કારણે આજના સમયે હનુમાનજીના ભક્તોની સંખ્યા વધતી જાય છે. હનુમાનજી રામભક્ત છે અને તેમની શરણમાં જવા માત્રથી ભક્તોના તમામ સંકટ દૂર થઈ જાય છે. ભક્તો પોતાના ઘરમાં હનુમાનજીની તસવીર રાખતા હોય છે પરંતુ આ તસવીર જો ધ્યાનથી ના રાખવામાં આવે તો જીવનમાં અશાંતિ આવે છે.

ઘરમાં કઈ તસવીર ના લગાવવી જોઈએ?

 • ઘરમા હનુમાનજીની એવી તસવીર કે મૂર્તિ ક્યારેય ના રાખવી, જેમાં ભગવાને પોતાની છાતી ચીરી હોય.
 • જે તસવીરમાં હનુમાનજી સંજીવની લેવા માટે આકશમાં ઉડે છે, તે તસવીર પણ ના લગાવવી.
 • રાક્ષસોનો સંહાર કરતાં હનુમાનજીની તસવીર ઘરમાં લગાવવી ના જોઈએ.
 • જે તસવીરમાં હનુમાનજીના ખભા પર ભગવાન રામ તથા લક્ષ્મણ બેઠા હોય તેવી તસવીર પણ ના લગાવવી.
 • લંકા દહનવાળી તસવીર પણ ના લગાવવી.
 • આ પ્રકારની તસવીરો ઘરમાં લગાવવાથી સુખ તથા સમૃદ્ધિમાં ઘટાડો થાય છે.
 • બેડરૂમમાં ક્યારેય હનુમાનજીની એક પણ મૂર્તિ, ચિત્ર કે પ્રતિમા રાખવી નહીં.

કેવી તસવીર લગાવવી?

 • હનુમાનજીની યુવા અવસ્થામાં પીળા રંગના વસ્ત્ર પહેરેલી તસવીર શુભ માનવામાં આવે છે.
 • અભ્યાસના રૂમમાં હનુમાનજીની લંગોટ પહેરેલી તસવીર લગાવવી, તેનાથી અભ્યાસમાં મન એકાગ્ર થાય છે.
 • જે તસવીરમાં હનુમાનજી ભગવાન રામની સેવા કરતાં હોય તેવી તસવીર ઘરમાં રહેવાથી ધનની વર્ષા થાય છે.
 • ડાઈનિંગ રૂમમાં રામ દરબારનું ચિત્ર લગાવવું, તેનાથી પરિવારમાં પ્રેમ વધે છે.
 • ઘરના મુખ્યદ્વાર આગળ પંચમુખી હનુમાનજીની પ્રતિમા કે ચિત્ર લગાવવું. આનાથી ઘરમાં ક્યારેય નકારાત્મક શક્તિ પ્રવેશ કરતી નથી અને પરિવાર પર કોઈ સંકટ આવતુ નથી.
 • હનુમાનજીની બેઠેલી મુદ્રાવાળી તસવીર ઘરમાં લગાવવાથી તમામ પ્રકારના ઝઘડાઓનો ઉકેલ આવે છે.

Leave a Reply

You cannot copy content of this page