ગર્ભવતી મહિલા ફરી ગર્ભવતી થઈ, માન્યામાં ન આવે તેવો રિયલ કિસ્સો આવ્યો સામે

અમેરિકામાં એક મહિલા સાથે દુર્લભ ઘટના બની છે. ખરેખર જુડવા બાળકોના ગર્ભધારણના એક અઠવાડિયા પછી તેને ખબર પડી કે તે ત્રીજા બાળકની પણ કંસીવ કરવા જઈ રહી છે. ટિકટોક પર ઘણી લોકપ્રિય આ મહિલાને આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને આની વિશે જાણકારી આપી છે અને તેનો આ વીડિયો વાયરલ પણ થઈ રહ્યો છે.

આ મહિલાએ પોતાના વીડિયોમાં જણાવ્યું કે આ સુપર ફિટીશનનો કેસ છે. વર્ષ 2016ની એક રિપોર્ટ અનુસાર, સુપર ફિટીશનના બહુજ ઓછા કેસ ડોક્યુમેન્ટ કરવામાં આવ્યા છે. આ કોન્સેપ્ટના કારણે જ આ મહિલા થોડા દિવસોની અંદરમાં જ બીજીવાર પ્રેગ્રેન્ટ થવામાં કામયાબ રહી છે. આ મહિલાએ કહ્યું કે મારી પોતાની પહેલી પ્રેગ્રેન્સી પર જ જેકપોટ હાંસલ કરી લીધો છે અને એક સાથે ત્રણ બાળકો આવી રહ્યા છે તો આ વાતની સંભાવના ઘણી વધી ગઈ છે તે આ મારી પહેલી અને છેલ્લી પ્રેગ્રેન્સી છે.

પોતના ત્રીજા બેબીની સરપ્રાઈઝ પછી આ ટિકટોક સ્ટાર માં બનવા માટે વધારે ઉત્સાહિત છે. તેણે કહ્યું -‘ અમે પેરેન્ટ્સ બનવા ઈચ્છતા હતા અને અમે બહુ જ ખુશકિસ્મત છે કે એક સાથે ત્રણ બાળકો અમારી જીંદગીમાં આવી રહ્યા છે. હું થોડી નર્વસ છું પરંતુ ઘણી ઉત્સાહિત પણ છું. હું હજી ઘણી મિશ્રિત ભાવનોઓથી ગુજરી રહી છું.’

ટિકટોક પર એક બહુ જ વાયરલ ક્લિપમાં આ મહિલાએ જણાવ્યું કે ‘ મારું ત્રીજું બાળક પહેલાં બે બેબીથી ફક્ત 10 કે 11 દિવસ જ નાનું છે. એમાં અમને ખબર પડી ગઈ છે કે આ મારી સેકન્ડ પ્રેગ્રન્સી થવા જઈ રહી છે. આ બાળકો કુપોષિત નથી અને આ ઘણાં જ સુપર ફિટીશન છે, આ વાતને કન્ફર્મ કરવા માટે ડોક્ટર દર બે અઠવાડિયામાં મારું અલ્ટ્રાસ્કેન કરી રહ્યા છે.

તેણે આગળ કહ્યું કે ‘આ બાળકો હેલ્દી રેટ પર ગ્રો કરી રહ્યા છે અને બધાં માપદંડ પર ખરા ઉતરી રહ્યો છે.’ તેની આ ક્લિપને અત્યાર સુધીમાં ટિકટોક પર 50 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. ટિકટોક પર બ્લોન્ડ બનેલી યૂઝરનામ ઉપયોગ કરનારળી આ મહિલા ફેન્સને પોતાના બાળકોની વિશે વારંવાર અપડેટ્સ આપતી રહે છે. ઘણીવાર ફેન્સ તેના લુકની તુલના પ્રખ્યાત આર્ટિસ્ટ બ્રિટની સ્પીયર્સની સાથે પણ કરે છે.

Leave a Reply

You cannot copy content of this page