કચરાના ઢગલામાંથી મળી દીકરી, મિથુને બદલી નાંખ્યું નસીબ, હવે જીવે છે આવી લાઈફ

મુંબઈઃ બોલિવૂડના ‘ડિસ્કો ડાન્સર’ એટલે કે મિથુન ચક્રવર્તી વિશે દરેક લોકો જાણે છે, પણ તેમના પરિવાર વિશે ઓછા લોકો જાણતાં હશે. મિથુન ચક્રવર્તીએ 1982માં એક્ટ્રસ યોગીતા બાલી સાથે લગ્ન કર્યા હતા. યોગીતા બાલી અને મિથુન ચક્રવર્તીને ત્રણ દીકરા છે, જ્યારે એક દીકરી દિશાનીને તેમને દત્તક લીધે છે.

દિશાની જ્યારે નાની હતી ત્યારે તેના અસલ માતા-પિતા તેને કચરાના ઢગલામાં મૂકીને જતાં રહ્યા હતા. કચરના ઢગલાની આસપાસ પસાર થઈ રહેલાં લોકોએ બાળકીનો રડવાનો અવાજ સાંભળી તેને તેમાંથી બહાર કાઢી હતી. આ વાતના સમાચાર બીજા દિવસે ન્યૂઝ પેપરમાં છપાયા અને મિથુનને આ વાતની જાણ થતાં તેઓ તેમની પત્ની યોગીતા બાલીને તેને દત્તક લેવાની વાત કરી.

મિથુન ચક્રવર્તીની આ વાત સાંભળી યોગીતા પણ તરત જ તૈયાર થઈ ગઈ અને લિગલ કાર્યવાહી પૂરી કરી તે બાળકીને તેમના ઘરે લઈ આવ્યા. આ પછી મિથુન ચક્રવર્તી અને યોગીતા બાલી તે બાળકીને સગી દીકરી જેવી રીતે રાખી. આ ઉપરાંત દિશાનીનું ધ્યાન તેના ત્રણ ભાઈઓ પણ રાખતાં હતાં. આજે દિશાની મોટી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઇન્સ્ટાગ્રામ પર દિશાનીના લગભગ 70 હજાર ફોલોઅર્સ છે.

મિથુન દાની ઓળખ એક સ્ટાર હોવાની સાથે સાથે, સોશિયલાઇટ, બિઝનેસમેન અને રાજ્યસભાના સદસ્યના રૂપે પણ છે. બે વાર ફિલ્મફેર અને ત્રણ વાર નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા મિથુન દાએ 1982માં એક્ટ્રસ યોગીતા બાલી સાથે લગ્ન કર્યા હતાં. તેમને ત્રણ દિકરા, મિમોહ(મહાક્ષય), રિમોહ(ઉશ્મેય), નામાશી અને એક દીકરી દિશાની છે.

દિશાનીને ફિલ્મો પ્રત્યે ખૂબ જ લગાવ છે. તે સલમાન ખાનની મોટી ફેન છે. રિપોર્ટ્સ મુજબ, દિશાનીએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીથી એક્ટિંગનો કોર્સ કર્યો છે. તે તેનું કરિયર ફિલ્મોમાં જ બનાવવા માગે છે. ઇશાનીએ તેનું એક્ટિંગ ડેબ્યુ 2017માં આવેલી શોર્ટ ફિલ્મ ‘હોલી સ્મોક’થી કર્યું છે. આ ફિલ્મમાં તેના મોટાં ભાઈ ઉશમેય (રિમોહ) ચક્રવર્તીએ ડિરેક્ટ કરી હતી. આ પછી તે અંડરપાસ નામની એક શોર્ટ ફિલ્મમાં જોવા મળી હતી.

મિમોહના નાના ભાઈ રિમોહે વર્ષ 2008માં જ ફિલ્મ ‘ફિર કભી’માં મિથુન ચક્રવર્તીનો યંગ રોલ પ્લે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રિમોહ અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહ્યો છે. તેને પણ નામ બદલીને ઉશ્મેય ચક્રવર્તી કરી દીધું છે.મિથુનનો સૌથી નાનો દીકરો નમાશી અત્યારે સ્ટડી કરી રહ્યો છે.

મિથુનના મોટા દીકરા મિમોહે વર્ષ 2008માં ‘જિમી’ નામની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ ફ્લોપ થયા પછી તેમને તેમનું નામ બદલીને મહાક્ષય રાખી લીધુ હતું.

Leave a Reply

You cannot copy content of this page