સીરિયલમાં અથાણું ને પાપડ વેચતા માધવી ભાભી રિયલ લાઈફમાં કરે છે કરોડોનો બિઝનેસ

મુંબઈઃ ટીવીની પોપ્યુલર સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં માધવી ભાભીનો રોલ પ્લે કરનારી સોનાલિકા જોષી છેલ્લાં 13 વર્ષથી ગોકુલધામ સોસાયટીમાં ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભિડેની પત્નીનો રોલ પ્લે કરી રહી છે. 44 વર્ષની સોનાલિકા જોષી માત્ર રીલ લાઇફમાં જ નહીં પણ રિઅલ લાઇફમાં પણ બિઝનેસ વુમન છે. સિરિયલમાં ભલે માધવી ભાભી અચાર પાપડ વેંચતી હોય પણ, રિઅલ જિંદગીમાં તે ફેશન ડિઝાઈનિંગનો બિઝનેસ કરે છે. જેમાં તે કરોડો રૂપિયા કમાઇ લે છે.

રિપોર્ટ મુજબ, તારક મહેતા કા ઉલટા ચશ્મામાં એક્ટિંગ કરવા માટે તેમને દિવસના 25 હજાર રૂપિયા મળે છે. રિઅલ જિંદગીમાં માધવી ભાભી કરોડો રૂપિયાની માલકિન છે.

સોનાલિકાની વાત કરીએ તો તેમની આવકનો સ્ત્રોત માત્ર તારક મહેતા કા ઉલટા ચશ્મા નથી. સોનાલિકા પોતાની ફેશન બ્રાન્ડ, શો અને સ્પોન્સર્સ પાસેથી પણ રૂપિયા કમાય છે.

સોનાલિકા મોંઘી કારની પણ શોખિન છે. તેમની પાસે 18 લાખ રૂપિયાની MG Hector, Swanky Maruti અને ટોયોટા ઇટિયોસ સહિતની મોંઘી કાર છે.

મહારાષ્ટ્રની સોનાલિકા મરાઠી પરિવારથી છે. સોનાલિકાએ પોતાના કરિયરની શરૂઆત થિએટરથી કરી હતી. આ પછી તેમણે ઘણી મરાઠી સિરિયલમાં પણ કામ કર્યું હતું.

 

સોનાલિકા જોષીએ 5 એપ્રિલ, 2004માં સમીર જોષી સાથે લગ્ન કર્યાં હતાં. બંનેને એક દીકરી છે. જેનું નામ આર્યા જોષી છે. માધવી ભાભીને એક્ટિંગ ઉપરાંત ફરવાનો પણ શોખ છે. તે સોશિયલ મીડિયા પર ટ્રાવેલિંગના ફોટો શેર કરતી રહે છે.

સોનાલિકા જોષીએ મિરાંડા હાઇસ્કૂલ કોલકાતાથી પોતાનું સ્કૂલિંગ કર્યું છે. આ પછી તેમણે યૂનિવર્સિટી ઓફ મુંબઈમાંથી હાયર એજ્યુકેશન લીધું છે. તેમણે ઇતિહાસમાં BA કર્યું છે. સોનાલિકા ફેશન ડિઝાઈનિંગ અને થિએટરની પણ ડિગ્રી લીધી છે.

 

દીકરી આર્ય જોષી સાથે તારક મહેતા સિરિયલની માધવી ભિડે એટલે કે સોનાલિકા જોષી.

જોકે, સોનાલિકા જોષીને ઓળખ તારક મહેતા કા ઉલટા ચશ્માથી મળી હતી. સિરિયલમાં અલગ અલગ વેરાઇટીની સાડીઓમાં જોવા મળતી સોનાલિકાને દર્શક ખૂબ જ પસંદ કરે છે.

Leave a Reply

You cannot copy content of this page