ખભા ઉપર વાગી હતી 2-2 ગોળીઓ છતાંય નક્સલિયો સાથે લડતો રહ્યો આ બહાદુર ઓફિસર, બચાવ્યા સાથી જવાનોના જીવ

CRPFની કોબરા ટીમના સેકન્ડ ઈન કમાન્ડ ઓફિસર સંદીપે મીડિયા સાથે સમગ્ર ઘટનાની વાતચીત કરી હતી. તેઓએ કહ્યું હતું કે અમે શુક્રવારની આખી રાત ચાલીને શનિવારે સવારે લગભગ 8 વાગે છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર વિસ્તારના જોનાગુડામાં પહોંચ્યા હતા. ત્યાં અમને નક્સલીઓની ચળવળ જણાઈ, તરત જ તેમણે અમારા પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. અમે પણ નક્સલીઓને વળતો જવાબ આપ્યો હતો. અમારી ટીમના દરેક જવાને બહાદુરીથી સામનો કર્યો હતો. નક્સલીઓએ અમને એમ્બુશમાં ફસાવવાની કોશિશ કરી હતી. પરંતુ અમે તેમના ઘેરાને તોડીને આગળ વધ્યા હતા.

સંદીપ આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા હતા. તેમના જમણો હાથ ડ્રેસિંગ કરાયું છે. પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવા છતાં પણ ભારતના સપૂતના ચહેરા પર સ્મિત વર્તાઈ રહ્યું છે, જાણેકે સ્વસ્થ થઈને ફરીથી તે હિંમતભેર ઘટાદાર જંગલો વચ્ચે નક્સલીઓનો સામનો કરવા માટે પહોંચી જાય. મીડિયા સાથેની વાતચીતમાં તે વચ્ચે-વચ્ચે હળવા મૂડમાં હાસ્ય કરી રહ્યો હતો, તે જ ક્ષણને કોઈકે તસવીરમાં કેદ કરી લીધી હતી અને અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

સાથિયોને બચાવતા સમયે વિસ્ફોટમાં ફસાઈ ગયો
બીજાપુરમાં ગત શનિવારે થયેલા ઘર્ષણમાં સંદીપ પર નક્સલીઓએ ગોળીઓ વરસાવી હતી. પહાડની ઉંચાઈ પરથી બોમ્બ ફેંક્યા હતા. સંદીપ તે સમયે પોતાના સાથીઓને બચાવવાની સાથે નક્સલીઓને વળતો જવાબ પણ આપી રહ્યો હતો. એટલામાં જ એક મોટો વિસ્ફોટ થયો જેમાં સંદીપ ઈજાગ્રસ્ત થયો હતો. રવિવારે તેમને એરફોર્સના હેલિકોપ્ટરથી રાયપુર લઈ જવાયા હતા. અત્યારે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

છત્તીસગઢના બીજાપુર અને સુકમામાં શનિવારના રોજ થયેલા નક્સલી હુમલામાં 22 જવાન શહીદ થઇ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન જો સીઆરપીએફના સેકેંડ ઈન કમાન્ડ સંદીપ દ્વિવેદીએ અદમ્ય સાહસ અને વીરતા ના બતાવી હોત તો હજુ પણ વધારે જવાનોના જીવ જઈ શકતા હતા. હાલમાં તેમની સારવાર રાયપુરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલી રહી છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- જલ્દી સ્વસ્થ થઈ જશો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાયપુરની રામકૃષ્ણ કેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓએ સંદીપ દ્વીવેદી સાથે પણ વાતચીત કરી હતી. સંદીપ બેડ પર હતા, શાહના આવતાની સાથે તેઓ થોડા બેઠા થયા અને હાસ્ય કરીને કહ્યું- હેલ્લો સર…, શાહે કહ્યું- હિંમત રાખજો, તમારો હાથ સ્વસ્થ થઈ જશે.. પાક્કુ સાજો થઈ જશે. મૂળ કયા વિસ્તારના વતની છો? સંદીપે કહ્યું – સર યૂપી, ત્યારે અમિત શાહે જવાબ આપ્યો- ડૉકટરને પણ ભરોસો છે અને મને તો સંપૂર્ણ વિશ્વાસ છે, અત્યારે યોગ્ય આરામ કરજો. સંદીપના ચહેરા પર સ્મિત પ્રસર્યું અને તેણે પણ થેન્ક્યૂ સર, એમ જવાબ આપ્યો હતો.

અમારા તમામ મૂવમેન્ટની જાણકારી નક્સલીઓને મળતી હતી
મીડિયા સાથેની વાતચીતમાં તેણે હુમલાની ઘણી મહત્ત્વની વાતો જણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે જવાનોની દરેક મૂવમેન્ટની જાણકારી ગ્રામજનો નક્સલીઓને આપી રહ્યા હતા. જેથી નક્સલીઓએ પહાડ પર પહેલાથી જ એક સ્થાન ગ્રહણ કરી લીધું હતું અને ત્યાંથી સરળતા પૂર્વક અમારા પર તેઓ હુમલો કરી શકે તેવી સ્થિતિમાં હતા. અમને પણ ખબર હતી કે જ્યારે જોનાગુડા તરફ જઈશું ત્યારે ઘર્ષણ થઈ શકે છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે નક્સલીઓએ અમારા ગોળીઓ વરસાવી હતી.

નક્સલીઓની યોજના આનાથી પણ વિશાળ હતી
સંદીપે કહ્યું કે અમારા જવાનોએ તેમનો ઘેરો તોડ્યો હતો. તેમની બહાદુરીના પરિણામે અમે એક મહિલા નક્સલીનું શવ રિકવર કરવામાં સફળ રહ્યા હતા, નહીંતર નક્સલીઓ મૃતદેહને નથી લઈ જવા દેતા. અહીંયા ઘર્ષણ કરવા માટે નક્સલીઓ પહેલેથી તૈયારી કરીને આવ્યા હતા. અમને પ્રાપ્ત થયેલી વિગતોના આધારે તેમનો ઉચ્ચ અધિકારી લાંબા સમયથી અહીંયા નિવાસ કરી રહ્યો હતો. આ એન્કાઉન્ટરમાં નક્સલીઓનો પ્લાન વધુ ઊંડાણ ભર્યો અને વિનાશક હતો. તેમ છતાં અમે તેઓને નાકામ કરવામાં સફળ રહ્યા. અમને પણ થોડુક નુકસાન થયું છે, પરંતુ ઘણાબધા નક્સલીઓ પણ માર્યા ગયા છે.

આશરે 5 કલાક સુધી પહાડ પરથી ફાયરિંગની સાથે બોમ્બ ફેંકાયા હતા
હોસ્પિટલમાં સારવાર હેઠળ અંબિકાપુરના એક જવાને જણાવ્યું હતું કે તેઓ સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં કાર્યરત છે. જોનાગુડમાં નક્સલીઓ રોકેટ લોન્ચર અને બોમ્બ પહાડ પરથી વરસાવી રહ્યા હતા. સતત ફાયરિંગની સાથે વિસ્ફોટો થઈ રહ્યા હતા. અમને યોગ્ય પોઝિશન લેવા માટે સમય નહોતો મળ્યો. તે દરમિયાન ફરીથી નક્સલીઓએ અમને ઘેરી લીધા, જેથી અમે પણ ફાયરિંગ શરૂ કરી હતી. અમને એટલી તો ખબર હતી કે અહીંયા ઘર્ષણ થઈ શકે છે, પરંતુ આટલું મોટું એન્કાઉન્ટર પરિણમશે તેની કલ્પના પણ નહોતી.

Leave a Reply

You cannot copy content of this page