કાઠીયાવાડી ઉદ્યોગપતિ પુત્રના લગ્નના દિવસે કર્યું વખાણવા જેવું કામ, જાણીને તમે પણ સલામ મારશો

આપણે ત્યાં કહેવાય છે કે દેશપ્રેમ હંમેશા લોકોના દિલમાં વસેલો છે. નિશ્ચિત સમયે આપણને દેશ અને સેનાના જવાનો પ્રત્યે ખૂબ પ્રેમ આવી જાય છે. આવુ જ પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્યું છે મોરબીના ઉદ્યોગપતિ પરિવારે. મોરબીના સિરામિક એન્જિનિયર રમણીકભાઈ રાઘવજીભાઈ હળવદીયાના પુત્ર યોગીના તાજેતરમાં લગ્ન યોજાયા.

આ સાથે તેમના નાના પુત્ર દીપની સગાઈ પણ હતી. આ શુભ ઘડીએ રમણીકભાઈએ દેશની રક્ષા કરતા આપણા જવાનોને યાદ કર્યા અને તેમના માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી 1.11 લાખ રૂપિયા ભારતીય સેનાને અર્પણ કરીને દેશસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે.

આવા સમયે પોતાનું કર્તવ્ય સમજીને રમણીકભાઈએ ભારતીય સેનાને 1,11,111નું દાન ભારતીય સેનનાને કર્યું અને અનોખી રીતે પોતાના પરિવારમાં આવેલા શુભ પ્રસંગની ઉજવણી કરી. જો કે તેમના માટે આ નવું નથી. આ પરિવાર હંમેશાં સદકાર્યો માટે દાન આપતો રહ્યો છે. પછી તે ભારતીય સેનાના જવાનો માટે કે પછી કોઈ જરૂરિયાતમંદ માટે હોય.

આ પરિવારના સભ્યોને જવાનો માટે ખૂબ માન છે. કારણ કે ભારતીય જવાનો હંમેશા સરહદની સુરક્ષા માટે ખડેપગે તહેનાત રહે છે. તેઓ પોતાની જિંદગીની પરવાહ કર્યા વિના દેશ અને દેશવાસીઓનું રક્ષણ કરી રહ્યા છે.

Leave a Reply

You cannot copy content of this page