ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરની બહેનને ભાગ્યે જ લોકો ઓળખતાં હશે, જુઓ તસવીરો

ઋષભ પંત ભારતીય ક્રિકેટનો ઉભરતો ખેલાડી છે. 22 વર્ષના આ યુવા ખેલાડીના વખાણ દરેજ જગ્યાએ થઇ રહ્યાં છે. આઇપીએલની મેચોમાં અવાર નવાર આ ખેલાડી લાંબી પારી રમવા માટે જાણીતો છે. અવાર નવાર જોવા મળ્યું છે કે મેચ દરમિયાન પંતને ચિયર કરવા તેની બહેન સ્ટેડિયમમાં હાજર રહે છે. પંતની બહેન સાક્ષીએ એમબીએ કર્યું છે પરંતુ સોશિયલ મીડિયા પર તે પોતાની સુંદરતા અને સ્ટાઇલ માટે ખુબ જ ફેમસ છે. 19 કિલો વજન ઘટાડવાના ટાસ્કથી લઇને ટાઇગર સાથે ફોટો ક્લિક કરાવવા સુધી તેની લાઇફસ્ટાઇલ કોઇ સ્ટારથી ઓછી નથી.

સાક્ષી આઇપીએલ મેચ દરમિયાન ભાઇને ચીયર કરતી નજર આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પણ તે ઘણી એક્ટિવ રહે છે.

ઋષભ પંતનો પરિવાર ઉત્તરાખંડ રુડકીમાં રહે છે. પરિવારમાં પિતા રાજેન્દ્ર પંત, માતા સરોજ અને તેની બહેન સાક્ષી છે. સાક્ષીએ હાલમાં જ પોતાનું MBA પૂર્ણ કર્યું છે.

વજન ઘટાડી સાક્ષી પહેલીવાર ચર્ચામાં આવી હતી. તેણીએ ટ્વીટર પર પોતાનો ફોટો શેર કરી લખ્યું હતું કે ‘જર્ની ફ્રોમ ફેટ ટૂ ફીટ’. ઉલ્લેખનીય છે કે તેણીએ 7 મહિનામાં 9 કિલો વજન ઘટાડ્યું હતું.

ભાઇ-બહેનને રમતનો ખુબ જ શોક છે. એક તરફ જ્યાં પંત ભારતીય ક્રિકેટનો ભાગ છે તો બીજી બાજુ સાક્ષીને બાસ્કેટ બોલ રમવું પસંદ છે.

સાક્ષી ખુબ જ સુંદર છે. તે અવાર નવાર ભાઇની સાથે ઇંસ્ટા પર ફોટો અપલોડ કરતી રહે છે. ઇંસ્ટાગ્રામ પર તેના અંદાજે એક લાખ ફોલોઅર્સ છે.

સાક્ષીને ટ્રાવેલિંગનો પણ શોક છે. તેણીએ પોતાની થાઇલેન્ડ ટ્રિપની પણ તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે વાઘના પિંજરામાં તેની સાથે સૂતેલી જોવા મળી હતી. આ તસવીર થાઇલેન્ડના ટાઇગર ટેમ્પલની છે.

સાક્ષીની દરેક ફોટો પર હજારો લોકો લાઇક અને કોમેન્ટ કરે છે. એક વ્યક્તિએ તો ત્યાં સુધી લખ્યું કે ‘તમે કોઇ બોલીવૂડ એક્ટેસથી જરાય કમ નથી’.

Leave a Reply

You cannot copy content of this page