લાલ પાનેતરમાં સજ્જ દુલ્હનને વિદાઈ વેળાએ કર્યું એવું કામ કે હાજર સૌ કોઈના જીતી લીધા દીલ

સામાન્ય રીતે લગ્નમાં વિદાઈના સમયે માતા-પિતાને ગળે વળગીને રડતી અનેક દુલ્હનો તમે જોઈ હશે. પણ હાલમાં એક લગ્નમાં વિદાઈ સમયે જે દ્રશ્ય સામે આવ્યું તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. આ લગ્નમાં વિદાઈ સમયે દુલ્હન ફૂલોથી સજાવેલી બીએમડબલ્યુ કારની ડ્રાઈવિંગ સીટ પર જાતે બેઠી હતી અને હસતાં-હસતાં પિયરમાંથી વિદાઈ લીધી હતી. વરરાજા દુલ્હનની બાજુની સીટ પર બેઠા હતા.

શેફ સ્નેહા સિંધીએ આ વીડિયોને નિડર મજબૂત અને પ્રેરક મહિલાઓને સમર્પિત કર્યો છે. તેણે આ વીડિયો 10 માર્ચના રોજ પોસ્ટ કર્યો હતો.

વીડિયો શેર કર્યા પછી અત્યાર સુધીમાં ઈન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયનથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. પોસ્ટને પણ 2.60 લાખથી વધુ લાઈક મળી છે.

હાલ સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ અનોખું દ્રશ્ય કોલકાતા યોજાયેલા એક લગ્નમાં સામે આવ્યું હતું. આ વીડિયો દુલ્હન શેફ સ્નેહા સિંધી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. સ્નેહા સિંધીએ સૌગાત ઉપાધ્યાય નામના યુવાન સાથે થોડા દિવસ પહેલાં લગ્ન કર્યા હતા.

જૂનવાણી પરંપરાને તોડવા માટે લોકો દુલ્હનના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં લગ્ન બાદ પરંપરાગત વસ્ત્રો દુલ્હો અને દુલ્હન કારની નજીક આવે છે અને લગ્નમાં સામેલ મહેમાનો કારની આજુબાજુ ઉભા રહી જાય છે.

વીડિયોમાં દુલ્હન સ્નેહા સિંધી હસતાં ચહેરા સાથે કારનો દરવાજો ખોલે છે અને ડ્રાઈવરની સીટ પર બેસે છે જ્યારે તેનો પતિ તેની બાજુની સીટ પર બેસે છે. બીએમડબલ્યુ કારમાં બેઠાં પછી સ્નેહા સિંધી નામની આ દુલ્હન કાર ચાલુ કરે છે અને બધાને જોઈને હસે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં વુમનિયા સોંગ સંભળાય છે.

આ અનોખા આઈડિયા અંગે સ્નેહા સિંધીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું અમારી પહેલી મુલાકાત વખતે હું મારા પતિને જાતે ડ્રાઈવ કરીને તેના ઘરે મૂકવા ગઈ હતી. અને લગ્નમાં પણ હું એવું જ કરવા માંગતી હોવાથી મેં વિદાઈ સમયે જાતે કાર ડ્રાઈવ કરી હતી.

દુલ્હન સ્નેહા લાલ પાનેતરમાં સુંદર દેખાય છે, જ્યારે વરરાજા માથે પાઘડી અને શેરવાણીમાં જોવા મળે છે. વિદાઈ સમયે હાજર લોકોનું અભિવાદન ઝીલીને કપલ રવાના થાય છે.

Leave a Reply

You cannot copy content of this page