પતિ રંગીન સપનાં જોતો હતો પણ એવું ક્યારેય ના વિચાર્યું કે પત્ની કરશે આવું કામ

રાંચી: ચતરાના ઈટખોરીની એક યુવતીએ શાદી ડૉટ કૉમને માધ્યમ બનાવીને 3 યુવકો સાથે ઠગાઈ કરી છે. શાદી ડૉટ કૉમ પર તેણે ગિરિડીહના યુવક સાથે સંપર્ક કર્યો અને લગ્ન કરી લીધા. એક કરોડ રૂપિયાની તેની સાથે ઠગાઈ કરી અને શાદી ડૉટ કૉમ પર પોતાની અવિવાહિત ગણાવીને ગુજરાતના એક યુવકને ફસાવ્યો અને તેની સાથે રહેવા લાગી. આ યુવકને પણ 45 લાખનો ચૂનો લગાવ્યો અને પુણેના યુવક સાથે પોતાને અપરિણીત બતાવીને લગ્ન કરી લીધા.

લગ્ન બાદ તે યુવક સાથે કેલિફોર્નિયા ચાલી ગઈ. ત્રીજા પતિની માતાએ પુણેમાં, બીજા સાથીએ રાજકોટમાં ઠગાઈનો મામલો દાખલ કરાવ્યો છે. ચતરાના ઈટખોરીમાં યુવતીના પાસપોર્ટની તપાસ કરવામાં પોલીસ જોડાઈ ગઈ છે. આ મામલો ખુલતા હવે પહેલો પતિ પણ યુવતી પર ઠગાઈનો મામલો દાખલ કરાવવાનો છે. ગુજરાતના યુવક અમિત ગુપ્તાનો કેસ જોતા હાઈકોર્ટના વકીલ અખૌરી અમિતનું કહેવું છે કે પોતાના લગ્ન નથી થયા એવું બતાવી યુવકોને ફસાવવું અને ઠગવું જ એ યુવતીનો સ્વભાવ છે.

રાંચીની હોટેલમાં થયા હતા પહેલા લગ્ન
ચતરા જિલ્લાના ઈટખોરી પોલીસ સ્ટેશનની પોલીસ પતિનું નામ છુપાવીને છેતરપિંડી કરી પાસપોર્ટ બનાવવાના મામલાની તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું કે યુવતીએ સૌથી પહેલા 27 એપ્રિલ 2015ના દિવસે ગિરિડીહના રાજનઘવારમાં રહેતા નિલય કુમાર સાથે હિંદૂ રીતિ-રિવાજથી લગ્ન કરી લીધા હતા. રાંચીના સ્ટેશન રોડ સ્થિત હોટેલ એલીમેન્ટમાં તેમના લગ્ન થયા હતા. બે વર્ષમાં જ પતિ સાથે અણબનાવ થઈ ગયો. (પહેલા પતિ સાથે આરોપી યુવતી)

ત્રીજા પતિની માતાએ ખોલ્યું રહસ્ય
અમિત ગુપ્તા સાથે થોડો સમય રહ્યા બાદ યુવતીએ કહ્યું કે, તેની બહેનનું ઘર શિફ્ટ કરવાનું છે, એટલે તે દિલ્લી જતી રહી. યુવતી દિલ્લીના નામ પર નિકળી ગઈ અને પાછી આવી જ નહીં. બાદમાં ખબર પડી કે 29 ડિસેમ્બર 2018ના યુવતીએ પુણેના સુમિત પવાર નામના યુવક સાથે લગ્ન કરી લીધા. (બીજા પતિ અમિત ગુપ્તા સાથે યુવતી)

એ બાદ યુવતીએ નિલય પાસેથી 1 કરોડ રૂપિયા પડાવ્યા અને પોતાની અવિવાહિત બતાવીને ગુજરાતના અમિત ગુપ્તા સાથે રહેવા લાગી. પરિવારની આર્થિક તંગીનો હવાલો આપીને તેની પાસેથી 40 થી 45 લાખ પડાવ્યા. આ વચ્ચે તેના પહેલા પતિએ રાંચીની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે આવેદન આપ્યું. આ આવેદન 11 મે 2018ના દિવસે ફગાવી દેવામાં આવ્યું. (ત્રીજા પતિ સુમિત દશરથ પવાર સાથે યુવતી)

આ વાતનો ખુલાસો સુમિતની માતાએ કર્યો, જ્યારે તેણે તેના મોબાઈલ પર અમિતનો કૉલ જોયો, જેમાં અમિતની સાથે યુવતીનો ફોટો હતો. જ્યારે સુમિતની માતાએ અમિતને ફોન કરીને યુવતી વિશે જાણકારી મેળવી તો સત્ય સામે આવ્યું. જે બાદ યુવતી સુમિતને પોતાની જાળમાં ફસાવીને તેની સાથે કેલિફોર્નિયા જતી રહી. પુણે પોલીસે ચતરા પોલીસને યુવતીની તપાસ કરવાનું કહ્યું છે.

Leave a Reply

You cannot copy content of this page