લોકો શરીરથી નહિ મગજથી દિવ્યાંગ બને છે : વ્હીલચેર ડાન્સર યુવતી

પોરબંદર શહેરમાં રહેતી કૃપા લોઢિયા નામની યુવતી જ્યારે બે વર્ષની હતી ત્યારે એક અકસ્માતમાં તેનું શરીર કામ કરતું બંધ થઈ ગયું હતું અને ટોટલ બેડરેસ્ટ થઈ ગઈ હતી. 10 વર્ષ સુધી બેડરેસ્ટ રહ્યા બાદ કૃપા લોઢિયાએ હાર ન માની અને શીખવાનું શરૂ કર્યું.

આજે પણ આ યુવતી દિવ્યાંગ છે છતાં આ યુવતીને પ્રાઇડ ઓફ પોરબંદર, ધ રીઅલ ફાઈટર ઓફ સોસાયટી, દિવ્યાંગ રત્ન, હ્યુમિનિટી એચિવમેન્ટ, બેસ્ટ પર્સનાલિટી ઓફ ગુજરાત સહિતના એવોર્ડ મળ્યા છે.

સ્ત્રીએ ક્યારેય પણ મનથી હારવું ન જોઈએ
કૃપાએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ શરીરથી દિવ્યાંગ નથી હોતો પણ મનથી હારી જતા દિવ્યાંગ બને છે. મહત્વની વાત એ પણ છે કે નાની ઉમરેજ આ યુવતીના પિતા અને માતાના ડિવોર્સ થયા હતા અને માતા એ પુત્રીની દેખભાળ કરી છે.

સ્ત્રીનું સમાજમાં આગવું સ્થાન રહ્યું છે. કૃપાએ વધુમાં જણાવ્યું હતું કે સ્ત્રીએ ક્યારેય પણ મનથી હારવું ન જોઈએ. સંઘર્ષ કરવું જોઈએ અને પોતાના ધ્યેય સુધી પહોંચવું જોઈએ. સ્ત્રી ક્યારેય પણ લાચાર નથી.

ભારતની પ્રથમ દિવ્યાંગ રોપ ડાન્સર
કૃપા દિવ્યાંગ હોવા છતાં કુવૈત ખાતે ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટમાં વ્હીલચેર ડાન્સરમાં ભાગ લઈ સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ દિવ્યાંગ યુવતીએ દોરડા સાથે ડાન્સ કરી ભારતની પ્રથમ દિવ્યાંગ રોપ ડાન્સર બની છે. મીસ વહીલચેર ઇન્ડિયા ફીનાલિસ્ટ, મોટીવેશનલ સ્પીકર છે.

Leave a Reply

You cannot copy content of this page