અજબ પ્રેમની ગજબ કહાની, એક યુવતી પર ફિદા થઈ ગઈ બે-બે યુવતીઓ

સાચા ખોટા પ્રેમની કહાની અવાર નવાર સામે આવતી રહે છે. પ્રેમમાં ડૂબેલા વ્યક્તિ પોતાની ચિંતા કરતાં નથી. પ્રેમમાં અવાર નવાર ઝઘડા થવાનું સામાન્ય છે. પ્રેમિકાને પામવા માટે પ્રેમી અથવા પ્રેમીકાને પામવા માટે કોઇપણ હદ પાર કરવાના કિસ્સા અઢળક છે. પરંતુ ઉત્તરાખંડના નૈનીતાલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં બે યુવતી પોતાની સીનિયર યુવતીના પ્રેમમાં પાગલ થઇ ગઇ. લેસ્બિયન પ્રવૃતિની આ બંને યુવતીઓ પોતાના પ્રેમને પામવા અવાર નવાર રસ્તા પર ડ્રામા કરતી નજરે આવતી. એકબીજાને જોઇને લોહીની પ્યાસી થઇ જાય છે. બંને યુવતી પોતાનો જીવ પણ આપવાનો પ્રયાસ કરી ચૂકી છે.

મામલો તલ્લીતાલ થાના ક્ષેત્રનો છે. થાના ઇન્ચાર્જ વિજય મહેતાએ જણાવ્યું કે બંને યુવતીઓની કાઉન્સિલિંગ કરવામાં આવી રહી છે. જેનાથી તે ખુદ પર કાબુ કરી શકે.

લેસ્બિયન પ્રવૃતિની આ બંને યુવતીઓ પોતાના પ્રેમને પામવા અવાર નવાર રસ્તા પર ડ્રામા કરતી નજરે આવતી. એકબીજાને જોઇને લોહીની પ્યાસી થઇ જાય છે. બંને યુવતી પોતાનો જીવ પણ આપવાનો પ્રયાસ કરી ચૂકી છે.

બંને યુવતી 10માં ધોરણમાં અભ્યાસ કરે છે અને એક જ શહેરમાં રહે છે. આ બુધવાર 5 જુલાઇએ માલરોડ પર બંને યુવતી વચ્ચે મારપીટ થઇ ગઇ. બંને એકબીજાને જાનથી મારી નાખવા તૈયાર હતી. આસપાસ રહેતા લોકો દ્વારા રોકવા છતા બંને રોકાઇ નહીં બાદમાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે બે યુવતીઓમાંથી એક 15 વર્ષની યુવતીએ 27 જુને નૈનીતાલ તળાવમાં કૂદી આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન ત્યાં હાજર એક યુવકે તેણીને બચાવી લીધી હતી.

આ બંને જે સીનિયર યુવતીને પ્રેમ કરતી હતી તે આ બંનેમાંથી કોઇ એક સાથે સંબંધમાં છે. સીનિયર યુવતી 12 પાસ છે. બીજી યુવતીને આ પસંદ ન હતું. આ વાતને લઇને બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.

Leave a Reply

You cannot copy content of this page