એક વ્યક્તિએ કરી બચ્ચન બહુ ઐશ્વર્યા પર ગંદી કમેન્ટ્સ, પછી જે થયું એની કોઈએ કલ્પના પણ કરી નહોતી!

બોલીવૂડ સ્ટારને ટ્રોલ થવાની કોઇ નવી વાત નથી. કેટલાક સ્ટાર્સ હાલ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે અને કેટલાક ચર્ચામાં ભાગ લેવાનું ટાળી રહ્યાં છે. અભિનેતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહેનારા સેલિબ્રિટીમાંથી એક છે. હાલમાં જ તેઓએ બૈસાખીના તહેવાર પર લોકોને બધાઇ આપી હતી. પરંતુ અહીં એક યુઝર્સે તેઓને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ અમિતાભે એવો જવાબ આપ્યો કે તેની બોલતી બંધ થઇ ગઇ.

છેલ્લા કેટલાક દિવસોથી બીગ બીએ ચીનના રાષ્ટ્રપતિને લઇને મજેદાર જોક શેર કર્યો હતો. તેઓએ લખ્યું હતું કે મારા એક મિત્ર પાસેથી મને આ મજેદાર મેસેજ મળ્યો. ગિનીશ બૂક શી જિનપિંગને એવોર્ડ આપશે કારણ કે તેઓએ ચીનની અત્યારસુધી સૌથી વધુ ચાલનારી પ્રોડક્ટ બનાવી છે. જો કે આ જોક્સ પર ચર્ચા શરૂ થતાં જ તેઓએ આ પોસ્ટ ડિલિટ કરી દીધી.

બૈસાખીના તહેવાર પર અમિતાભે પોતાની ફિલ્મ સુહાગનું ગીત ‘તેરી રબ ને બના દી જોડી’ ની તસવીર પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી. જેમાં તેઓ ભાંગડા કરતાં નજર આવી રહ્યાં છે. બિગ બીએ લખ્યું કે ‘બૈસાખીના પાવન અવસર પર લેં વારમ વાર બધાઇ, આ દિવસ દરરોજ મંગલમય હો, સબ કી યહી દુહાઇ. હર્ષિત પલ ઔર મધુમય જીવન પોતાના ઘરમાં મનાવો. શાંત અને સુરક્ષિત રહો, ઇશ્વરને એક જ દુવા’.

અમિતાભની આ પોસ્ટ પર અક્ષય શર્મા નામના એક યુઝર્સે પુછ્યું કે ‘ઐશ્વર્યા કહા હે રે બુઢ્ઢા’ સામાન્ય રીતે અમિતાભ ટ્રોલર્સને જવાબ આપતા બચે છે પરંતુ અહીં તેઓએ જવાબ આપવાનું યોગ્ય લાગ્યું. બીગ બીએ લખ્યું કે ‘તે એવી જગ્યાએ છે જ્યાં તમે ક્યારે નહીં પહોંચી શકો, બાપ રે બાપ !’.

અમિતાભનો રિપ્લાય જોતા જ ટ્રોલરની હાલત ખરાબ થઇ ગઇ. તે તુરંત લાઇન પર આવી ગયો અને તુરંત તેણે રિપ્લાય આપ્યો કે ‘તમે તો ખોટું લગાડી દીધું સર, આટલું જ પણ કોઇ પોતાના ચાહવાવાળાથી નારાજ થાય છે’

Leave a Reply

You cannot copy content of this page