વાંકાનેરના રાજવી દિગ્વિજયસિંહ ઝાલાનું થયું અવસાન, લાંબી બિમારી બાદ લીધા અંતિમ શ્વાસ

સૌરાષ્ટ્રના વાંકાનેર (Wankaner) નગરના મહારાજા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહ ઝાલાનું આજે 88 વર્ષની વયે નિધન થયું હતું. નોંધનીય છે કે, ગઈકાલે રાત્રે ટૂંકી બીમારી બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહ ઝાલા તેમના નિવાસસ્થાન વાંકાનેરના રણજિતવિલાસ પેલેસ ખાતે જ રહેતા હતા જ્યાં તેમણે ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા.

ત્યાર બાદ આજે બપોરે તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન રણજીત વિકાસ પેલેસ ખાતેથી નીકળી હતી. તે દરમિયાન રણજિતવિલાસ પેલેસમાં તેમના પરિવારજનો અને વાંકાનેરના અગ્રણી લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતાં.

4 એપ્રિલે બપોરે રણજીતવિલાસ પેલેસ ખાતેથી બેંડ વાજાની સુરાવલી અને રાજવી સન્માન સાથે પાલખી યાત્રા નીકળી હતી. જે શહેરના રાજ માર્ગો ઉપર ફરી રાજવી પરિવારના સ્મશાન ખાતે પહોંચી હતી. મહારાજાની અંતિમ યાત્રામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. વાંકાનેરના નાના-મોટા વેપારીઓએ સ્વયંભુ બંધ પાળી શોક વ્યકત કર્યો હતો. અંતિમ યાત્રામાં તમામ ક્ષેત્રના લોકો જોડાયા હતા.

વાંકાનેર મહારાજા અને કેન્દ્રનાં માજી પર્યાવરણ મંત્રી દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા ઉંમર વર્ષ 88નું ટૂંકી બીમારીથી અવસાન થયું હતું. વાંકાનેર મચ્છુ કાંઠે વસેલું છે જે 500 વર્ષ પહેલા આ સિટીની સ્થાપના ઝાલા વંશનાં રાજવીએ કરી હતી, તેમના વંશજ મહારાજા દિગ્વિજસિંહ ઝાલાનાં પિતા પ્રતાપસિંહ ઝાલા ખુબ લાંબું જીવ્યા હતા અને 2006માં તેમનું અવસાન થયું ત્યાં સુધી દિગ્વિજયસિંહબાપુ યુવરાજ તરીકે રહ્યાં હતા.

ત્યાર બાદ તેઓ વાંકાનેરનાં મહારાજા બનેલ દિગ્વિજયસિંહ ઝાલા રાજકીય રીતે ધારાસભ્ય તરીકે 1962-67 બીજી ટર્મ 1967-72 સુઘી રહ્યાં હતા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં સંસદ સભ્ય તરીકે 1980-84 બીજી ટર્મ 1984-89 સુધી રહ્યાં હતાં.

આ ઉપરાંત દિગ્વિજયસિંહ ઝાલાનું મોસાળ ડુંગરપુર રાજસ્થાન હતું. તેઓને એક પુત્ર યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા જેઓ હાલ BJPમાં સક્રિય છે. દિગ્વિજયસિંહ ઝાલા ખુબ મિલનસાર સ્વભાવનાં હતા અને તેઓ પ્રકૃતિ પ્રેમી હતા.

તેમનાં માતા રમાકુમારીબા તેઓના નાના ભાઈ રણજીતસિંહ જેઓ દિલ્હી ખુબ મોટી પદવી પર રહ્યાં હતા. તેઓને ત્રણ બહેનો પદમીનીબા (ભુજ), નીલમબા (ભાવનગર) અને મોહિનીબા(બીજાવાર, મધ્ય પ્રદેશ) છે.

અવસાર બાદ વાંકાનેર ખાતે આવેલા રણજીતવિલાસ પેલેસમાં દિગ્વિજયસિંહના અંતિમ દર્શન કરવા લોકો ઉમટી પડ્યાં.

તેઓ ઘોડા રાખતા અને કેન્દ્રમાં પ્રથમ પર્યાવરણ મંત્રી બનેલ તેઓ ખુબ વિદવાન હતા. તેઓ તમામ માહિતી લગભગ મોઢે રાખતા હતા અને તેના કાર્યકરને નામ જોગ ઓળખતાં હતા અને વાંકાનેરનાં ગઢીયા ડુંગર પર બનેલ ભવ્યતાતિભવ્ય રણજિત વિલાસ પેલેસ ખાતે રહેતા હતા.

Leave a Reply

You cannot copy content of this page