‘પરમવીર’ પર આવ્યું સલમાન ખાનનું દિલ, 1 કરોડ રૂપિયા આપવા છે તૈયાર પણ…

દુનિયાભરમાં કોરોડો લોકો બોલિવૂડ સ્ટાર સલમાન ખાન પર ફિદા છે, પણ તેમનું દિલ ‘પરમવીર’ પર આવી ગયું છે. સલમાન ખાન તેના પર એટલી હદ સુધી ફિદા છે કે, તેના માટે ગમે એટલી કિંમત આપવા માગે છે. જોકે, સલમાન ખાનને આ માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સલમાન ખાન આ ઘોડાને ખરીદવા માગે છે. જેની કિંમત એક કરોડ રૂપિયા છે અને સલમાન ખાન આ કિંમત આપવા માટે પણ તૈયાર છે. સલમાન ખાનની ટીમે રણજીત સિંહને ઓફર કરી છે, પણ તેમને પરમવીરને વેચવાની ચોખ્ખી ના પાડી દીધી છે. છતાં પણ આ પ્રયત્ન ચાલું છે.

‘પરમવીર’ એક ઘોડો છે, જે સલમાન ખાનને ખૂબ જ પસંદ આવ્યો છે. પંજાબના ફરીદકોટ જિલ્લામાં હોર્સ બ્રીડર્સ સ્પર્ધા ચીલી રહી છે. અહીં આ સ્પર્ધામાં ભૈંસડા સ્ટડ ફાર્મ અમદાવાદ (ગુજરાત)ના રણજીત સિંહ રાઠોડ પોતાના બંને ઘોડાને લઈ આવ્યા હતાં. ‘પરમવીર’ તેમાંથી એક છે.

‘પરમવીર’ મારવાડી નસ્લનો ઘોડો છે અને તેનો રંગ કાળો છે. તેની ઊંચાઈ 65 ઈંચથી વધારે છે. પરમવીર ઘોડાની કિંમત ગયા વર્ષે રિલાયન્સે એક કરોડ રૂપિયા આંકી હતી. પરમવીરના ડાયટ પર દરરોજ 1800થી 2000 રૂપિયાનો ખરચો થાય છે.

Leave a Reply

You cannot copy content of this page