હાર્દિક પંડ્યાની પત્ની નતાશાનો સ્વિમસૂટમાં બોલ્ડ અંદાજ, ચાહકોના વધ્યા દીલના ધબકારા, તસવીરોમાં ખાસ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિકનો સ્વિમિંગ પૂલમાં બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. નતાશાએ સ્વિમિંગ પૂલનો વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયો ઘણો જ વાઈરલ થયો છે. હાલમાં નતાશા પતિ હાર્દિક પંડ્યા સાથે ચેન્નઈમાં છે.

IPL માટે હાર્દિક પંડ્યા ચેન્નઈમાં
IPLની 14મી સિઝન 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ તથા રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ચેન્નઈમાં રમાશે. હાર્દિક પંડ્યા તથા તેનો ભાઈ કુનાલ પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. આથી જ બંને ભાઈઓ હાલમાં ચેન્નઈમાં છે. હાર્દિકની સાથે તેની પત્ની નતાશા તથા દીકરો અગસ્ત્ય પણ છે. કુનાલ પણ પત્ની પંખુરી શર્મા સાથે આવ્યો છે.

નતાશાનો ગ્લેમરસ અંદાજ
નતાશાનો વીડિયો તેની જેઠાણી એટલે કે કુનાલ પંડ્યાની પત્ની પંખુરી શર્માએ શૂટ કર્યો છે. નતાશા પહેલાં ઓરેન્જ રંગના આઉટફિટમાં જોવા મળે છે. ત્યારબાદ તે સ્વિમસૂટમાં પૂલમાં જોવા મળે છે. સ્વિમસૂટમાં નતાશાનો બોલ્ડ એન્ડ ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે.

કોણ છે હાર્દિકની પત્ની?
હાર્દિક પંડ્યાની પત્ની નતાશઆ સર્બિયન એક્ટ્રેસ, મોડલ તથા ડાન્સર છે. નતાશા 2012માં ભારત આવી હતી. અહીંયા આવીને તેણે સૌ પહેલાં મોડલિંગ તરીકે કરિયર શરૂ કરી હતી. શરૂઆતમાં તેણે ફિલિપ્સ, કેડબરી, જ્હોનસન એન્ડ જ્હોનસ જેવી બ્રાન્ડની જાહેરાતમાં કામ કર્યું હતું. 2013માં નતાશાએ પ્રકાશ ઝાની ફિલ્મ ‘સત્યાગ્રહ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે આઈટમ સોંગ ‘અઈયો જી’ કર્યું હતું. જોકે, તેને ખરી ઓળખ ‘બિગ બોસ 8’ની સિઝનમાં ભાગ લીધા બાદ મળી હતી.

આ ઉપરાંત તે બાદશાહ સાથે ‘ડીજેવાલે બાબૂ’ મ્યૂઝિક વીડિયોથી લોકપ્રિય થઈ હતી. નતાશાએ ‘ફૂકરે રિટર્ન્સ’માં ‘મહબૂબા’ ડાન્સ સોંગ કર્યું હતું. શાહરુખની ‘ઝીરો’માં પણ નતાશાએ કેમિયો કર્યો હતો. નતાશાના સંબંધો શરૂઆતમાં ટીવી એક્ટર અલી ગોની સાથે હતા. જોકે, પછી નતાશા તથા હાર્દિક પંડ્યા વચ્ચે સંબંધો બંધાયા હતા.

નતાશા લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઈ
હાર્દિકે ગયા વર્ષે 31 મેના રોજ નતાશા સાથે લગ્ન કર્યા હતા. હાર્દિકે સો.મીડિયામાં તસવીર શૅર કરીને લગ્નની વાત શૅર કરી હતી. આ સમયે જ ચાહકોને જાણ થઈ કે નતાશા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ હતી. નતાશાએ જુલાઈમાં દીકરા અગ્સત્યને જન્મ આપ્યો હતો. હાર્દિકે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી.

Leave a Reply

You cannot copy content of this page