સવા મહિનામાં યુવકે એક જ યુવતી સાથે કર્યાં 4-4 વખત લગ્ન અને 3-3 વાર છુટાછેડા, કારણ જાણીને માથું ખંજવાળવા લાગશો!

પતિ પત્નીના સંબંધને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, દાપત્ય જીવન સુખી વિતાવવા દંપતિ વચ્ચે સમજણ હોવી ખૂબ જરૂરી હોય છે, પરંતુ અણસમજના કારણ ઘણીવાર પતિ પત્ની વચ્ચે મતભેદ પણ થવા લાગતા હોય છે. ત્યારે તાઈવાનથી લગ્ન અને છુટાછેડાનો એક અનોખો મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને કદાચ બધાં લોકો દંગ રહી જશે. અહી એક બેંક કર્મચારીએ માત્ર 37 દિવસની અંદર જ એક યુવકથી એક વખત નહીં પણ ચાર વાર લગ્ન કર્યાં અને ત્રણ વાર છુટાછેડા લીધાં. અને તેનું કારણ ત્યારે સામે આવ્યું જ્યારે કેસ કોર્ટ સુધી પહોચ્યો. તો જાણીએ શું છે આખો મામલો…

વાસ્તવમાં, આ મામલો તાઈવાના એક બેંક કર્મચારીનો છે, આ વ્યક્તિ બેંક ક્લાર્ક તરીકે કામ કરે છે. તાઈવાનની રાષ્ટ્રીય સમાચાર એજન્સી પ્રમાણે, જ્યારે વ્યક્તિએ લગ્ન માટે રજા માંગી તો માત્ર 8 દિવસની રજા જ અપ્રૂવ થઈ. વ્યક્તિના લગ્ન થયાં અને થોડા દિવસ બાદ રજા પૂરી થઈ ગઈ.

કાનૂન પ્રમાણે, લગ્ન માટે 8 દિવસની પેડ લીવ મળી શકે છે. પછી તેણે રજાને વધારવાનો આઈડિયા નીકાળ્યો. આ વ્યક્તિએ પોતાની જ પત્નીને છુટાછેડા આપી દીધા, જેથી તેની સાથે ફરીવાર લગ્ન કરી શકે અને પેડ લીવ મળી શકે. રિપોર્ટ અનુસાર, વ્યક્તિએ 37 દિવસની અંદર એક જ યુવતી એટલે પોતાની ધર્મપત્ની સાથે ચાર વાર લગ્ન કર્યાં અને 3 વાર છુટાછેડા આપી દીધાં. પછી તો આ મામલાનો ખુલાસો પણ જોરદાર રીતે થયો. બાદમાં આ મામલો કોર્ટ પહોચી ગયો.

બેંકે જાણકારી મેળવી કે તે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બેંકે પહેલા તેને વધારાની પેડ લીવ આપવાની ના પાડી દીધી. જ્યારે બેંકે રજા ન આપી તો વ્યક્તિએ તાઈપે સિટી લેબર કોર્ટમાં ફરિયાદ નોંધાવી અને બેંક પર લેબર લીવના નિયમોને તોડવાનો આરોપ લગાવ્યો. આ કાનૂનના મુજબ, કર્મચારીઓના લગ્ન થવા પર 8 દિવસની પેડ લીવ મળવી અનિવાર્ય છે. ક્લાર્કે 4 વાર લગ્ન કર્યાં હતાં, એટલા માટે તેને 32 દિવસની પેડ લીવ મળવી જોઈતી હતી.

ત્યારબાદ બેંકે પણ આ નિર્ણય વિરૂધ અપીલ દાખલ કરી છે. જણાવવામાં આવે છે કે આરોપી દ્વારા માંગવામાં આવેલી રજા લેબર સ્ટેન્ડર્ડ એક્ટ હેઠળ નથી, તેમજ લેબર કોર્ટના કમિશ્નરની તરફથી પણ પોતાનો મત રાખવામાં આવ્યો. લેબર કોર્ટે કહ્યું કે બેક ક્લાર્કે રજા માટે જે કર્યું તે ખોટું છે, પરંતુ લેબર સ્ટેન્ડર્ડ એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી, જે કોઈને રજા લેવા માટે એક જ વ્યક્તિથી ફરીવાર લગ્ન કરવા રોકતુ હોય. બેંક દ્વારા વ્યક્તિને રજા નહી આપવા પર આશરે 700 ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો.

જોકે રિપોર્ટમાં એ નહીં જણાવવામાં આવ્યું કે શું વ્યક્તિને નોકરીમાંથી નીકાળવામાં આવ્યો કે નહીં પરંતુ આ મામલો ચર્ચાનો વિષય ચોક્કસ બની ગયો છે. ઘણીવાર રજા લેવા માટે કર્મચારી અલગ પ્રકારના બહાના બનાવે છે, પરંતુ આ બહાનું તો સૌથી ચડીયાતું નીકળ્યું. રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો આ કર્મચારીના લગ્ન ક્યારે થયાં હતાં, તેના લગ્ન એપ્રિલ 2020ના રોજ થયાં હતાં. લગ્ન માટે તેને રજાની માંગ કરી હતીં. પહેલા તો તેને આઠ દિવસની રજા આપવામાં આવી, પરંતુ તેમ છતાં તેણે વધું રજા માટે આટલું મોટુ નાટક બાજી કરી નાંખી.

Leave a Reply

You cannot copy content of this page