નીતા અંબાણીએ ઊતાર્યું હતું 40 કિલો વજન, જાણો દિવસની શરૂઆત શેનાથી કરે છે?

મુંબઈઃ દેશમાં એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જેને નીતા અંબાણી વિશે ખબર નહીં? નીતા અંબાણી ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની છે. જોકે, નીતા અંબાણીની પોતાની પણ અલગ ઓળખ છે. તેઓ દાનવીર, સોશિયલ વર્કર તથા બિઝનેસવુમન પણ છે. નીતા અંબાણી અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયી છે. તેઓ પોતાની ફિટનેસ માટે પણ એટલા જ જાણીતા છે. સતત વ્યસ્ત હોવા છતાંય આજે પણ નીતા અંબાણી રોજ 40 મિનિટ વર્કઆઉટ કરે છે. 57 વર્ષીય નીતા અંબાણી પોતાની લાઈફસ્ટાઈલ અંગે ઘણાં જ સતર્ક છે. તેઓ ‘વહેલા સૂઈ જવું અને વહેલા ઊઠવું’ એ મંત્રમાં માને છે.

40 કિલો વજન ઉતાર્યું: નીતા અંબાણીએ જ્યારે લગ્ન કર્યા ત્યારે તેમનું વજન 47 કિલો હતું. જોકે, ત્રણ બાળકોના જન્મ બાદ તેમનું વજન 40 કિલો જેટલું વજન વધી ગયું હતું. એટલે કે તેમનું વજન 87 કિલોની આસપાસ થઈ ગયું હતું. વધારે વજન હોવાથી નીતા અંબાણીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અંતે તેમણે વજન ઊતારવાનું નક્કી કર્યું હતું. નીતા અંબાણીનો સૌથી નાનો દીકરો અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું. નીતા અંબાણી માટે પોતાનો જ દીકરો અનંત અંબાણી વજન ઊતારવા માટે પ્રેરણારૂપ બન્યો હતો.

વધુમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે મા-દીકરાએ સાથે મળીને મેદસ્વીપણું ઓછું કર્યું હતું. જોકે, આજે પણ ઘણાં બાળકો આ બીમારીથી પીડાય છે અને આ સ્વીકાર કરવામાં શરમાય છે. જોકે, તે માને છે કે એક માતાએ પોતાના બાળકને વજન ઊતારવા માટે પ્રેરણા આપવી જોઈએ. આટલું જ નહીં નીતા અંબાણી દીકરા અનંત સાથે થોડો સમય લોસ એન્જલસ પણ ગયા હતા. અહીંયા તેઓ બાળકોની ઓબેસિટી હોસ્પિટલમાં પણ ગયા હતા. અહીંયા તેમણે બાળકોનું રૂટીન કેવું હોય છે, તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આજે તે જે પણ છે, તે આને કારણે છે.

લોસ એન્જલસ પણ ગયા હતાઃ એક ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે તેમના માટે અનંત સિવાય અન્ય કોઈ મોટિવેશન નહોતું. અનંત મેદસ્વી હતો. આટલું જ નહીં તે અસ્થમેટિક પણ હતો અને તેને કારણે તે ઘણી જ દવાઓ લેતો હતો. અનંતે હેલ્થ માટે વજન ઊતારવું જરૂરી હતું. જે બાળક કરે, એ માતા કરે જ છે. તેથી જ્યારે અનંત ડાયટ પર હતો ત્યારે તે પણ ડાયટ પર જ હતા. અનંત જે ખાતો, તે જ તે ખાતા. જ્યારે અનંત વર્કઆઉટ કરે ત્યારે તે વર્કઆઉટ કરતા. આટલું જ નહીં જ્યારે અનંત ચાલવા જાય ત્યારે તે પણ સાથે જતા.

ડાન્સ ને યોગા કરવા છે પસંદઃ નીતા અંબાણીએ પોતાના વર્કઆઉટ અંગે કહ્યું હતું કે તેમને ડાન્સ, યોગ તથા સ્વિમિંગ પસંદ છે. તેઓ પોતાના દિવસની શરૂઆત અખરોટ તથા બદામથી કરે છે. તેઓ બ્રેકફાસ્ટમાં એગ વ્હાઈટ ઓમલેટ લે છે. લંચમાં લીલા શાકભાજી તથા સૂપ પીએ છે. ડિનરમાં તેઓ લીલા શાકભાજી, ઉગાડેલા કઠોળ તથા સૂપ લે છે. જોકે, તેઓ લૉ કાર્બ ફૂડ લે છે. તેઓ રોજ બીટનો જ્યૂસ અચૂકથી લે છે.

Leave a Reply

You cannot copy content of this page