પહેલીવાર જુઓ 800 કરોડના પટૌડી પેલેસના ઈનસાઈડ ફોટો, અંદર મારો એક લટાર

સૈફ અલી ખાન નવાબોના પરિવારથી છે. સૈફ અલી ખાનને છોટે નવાબ કહેવામાં આવે છે. નવાબોના પરિવારથી હોવાને લીધે સૈફ નવાબી હોવા સ્વભાવિક છે. એવો જ નવાબી છે તેમનો પટોડી પેલેસ. નામ મુજબ પટોડી પેલેસ ખૂબ જ આલિશાન છે. તેના દરેક ખૂણામાં નવાબી છલકાય છે, પણ શું તમે જાણો છો કે, આ પેલેસને બીજીવાર ખરીદવા માટે સૈફને ઘણી મુશ્કેલી થઈ હતી.

હરિયાણાના ગુરુગ્રામમાં સ્થિત પટોડી પેલેસ સૈફનું પૈતૃક ઘર છે. દરેક સુવિધાથી લેસ આ આલીશાન પેલેસની કિંમત 800 કરોડ રૂપિયા છે. જ્યાં આધુનિક સુખ-સુવિધા સાથે જોડાયેલી દરેક વસ્તુ છે. પેલેસમાં મોટા હૉલ અને વૃક્ષોથી ભરેલાં ગાર્ડન સહિત દરેક વસ્તુ છે. વર્ષો પછી પણ પેલેસની સુંદરતા એવી જ છે.

વર્ષ 1900ની શરૂઆતમાં પટોડી પેલેસનું નિર્માણ થયું હતું. તે ઇબ્રાહિમ કોઠીના નામથી પણ ઓળખાય છે. હાલમાં જ તેની લીઝ ચૂકવી સૈફૈ તેનું પઝેશન લીધું છે. સૈફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘પટોડી પેલેસને મારા પિતાએ ફ્રાન્સિસ અને અમને ભાડે આપ્યું હતું જે તે પેલેસમાં એક હોટેલ ચલાવતા હતાં. તે પ્રોપર્ટીની સારી સંભાળ રાખતાં હતાં અને પરિવારના સદસ્યોની જેમ રહેતાં હતાં. ફ્રાન્સિસનું હવે મોત થઈ ગયું છે.’

એક ઇન્ટરવ્યૂમાં સૈફ અલી ખાને કહ્યું હતું કે, ‘તેમને આ વારસામાં મળવું જોઈતું હતું, પણ તેમને આની કિંમત ચૂકવવી પડી હતી. સૈફ મુજબ તેમણે ફિલ્મોમાંથી જે રૂપિયા કમાયા તે રૂપિયાથી તેમણે પાછો આ પેલેસ ખરીદ્યો.’

સૈફે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘આ પ્રોપર્ટી નીમરાણા હોટેલ પાસે ભાડા પર હતી જ્યારે અબ્બાનું મોત થયું તો મારા મનમાં તેને પાછી લેવાની ઇચ્છા જાગી. જ્યારે મને તેનો મોકો મળ્યો તો મેં બાકી લીઝની કિંમત ચૂકવી અને પોતાના પેલેસનું પઝેસન પાછું લઈ લીધું.’

સૈફ અલી ખાન પોતાના પરિવાર સાથે ઘણીવાર અહીં સમય પસાર આવે છે. હાલમાં જ તેમણે પોતાના લગ્નની એનિવર્સરી પણ આ પેલેસમાં પરિવાર સાથે ઉજવી હતી.

પેલેસ એટલો આલીશાન છે કે, તેની આગળ મોટાં મોટાં બંગલા પણ ફીકા લાગે છે. તૈમૂરનો જન્મદિવસ પણ આ પેલેસમાં જ મનાવવામાં આવ્યો હતો. જેમાં આખો પરિવાર ભેગો થયો હતો. સૈફ અલી ખાન, શર્મિલા ટૈગોર, કરીના કપૂર ખાન, કૃણાલ ખેમૂ સાથે કપૂર પરિવારના લોકો પણ સામેલ હતાં.

એક મેગેઝીન મુજબ પટોડી પેલેસમાં કુલ 150 રૂમ છે જેમાં 7 ડ્રેસિંગ રૂમ, સાત બેડરૂમ, સાત બિલિયર્ડ રૂમ અને મોટો ડાઇનિંગ રૂમ છે. સૈફ અલી ખાનના દાદા ઇફ્તિખાર અલી ખાને આનું નિર્માણ કરાવ્યું હતું. તેની ડિઝાઈન રોબર્ડ ટોર રસેલે કરી હતી.

સૈફ અલી ખાને પોતાની પૂર્વ પત્ની અમૃતા સિંહ સાથે પણ અહીં આવતો હતો. સારા અલી ખાન, અબ્રાહિમ અલી ખાન, અમૃતા સિંહ અને સૈફ અલી ખાન ચારેય અહીં આવી ખૂબ જ મસ્તી કરતાં હતાં.

રોશનીમાં જગમગતો પટોડી પેલેસ ખૂબ જ સુંદર લાગે છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં સૈફ અલી ખાન પરિવાર સાથે બાંદ્રા સ્થિત ફોર્ચૂન બિલ્ડિંગમાં રહે છે. અહીં એક આલીશાન એપોર્ટમેન્ટ છે, જે પટોડી પરિવારને ધ્યાનમાં રાખી રાજવી લૂક આપવામાં આવ્યો છે.

Leave a Reply

You cannot copy content of this page