એક દીકરીની માતા સાથે ફિરોઝ ખાને કર્યાં હતાં લગ્ન, પછી આવ્યું દિલ એર હોસ્ટેસ પર તો….

બોલિવૂડના સ્ટાઈલિશ અને હેન્ડસમ એક્ટર રહેલા ફિરોજ ખાનની થોડા દિવસ પહેલા જ પુણ્યતિથિ ગઈ છે. તેનું નિધન 27 એપ્રિલ 2009ના રોજ કેન્સરના કારણ થયું હતું. પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કરનારા ફિરોઝ ખાનની પ્રોફેશનલ લાઈફ જેટલી સફળ રહી તેટલી પર્સનલ લાઈફ સફળ નથી રહી. તેના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા જ રહ્યાં. તેણે એક બાળકીના માતા સાથે લગ્ન કર્યાં હતાં. પરણિત હોવા છતાં તેણે એર હોસ્ટેટ જ્યોતિકા ધનરાજગિર સાથે પ્રેમ થઈ ગયો હતો. તે જ્યોતિકાના પ્રેમમાં એટલા પાગલ થઈ ગયાં હતાં કે તેણે તેના માટે પોતાની પત્ની-બાળકને છોડી દીધાં હતાં.

ફિરોઝ ખાન પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઈ આવ્યાં અને ફિલ્મોમાં કામ કરવા લાગ્યાં. તેણે 1960માં આવેલી ફિલ્મ દીદીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. અભિનય કરિયર શરૂઆતના પાંચ વર્ષ પછી જ ફિરોઝે 1965માં સુંદરીથી લગ્ન કર્યાં હતાં. સુંદરીથી તેની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. પાંચ વર્ષની ડેટિંગ પછી બંનેએ લગ્ન કર્યાં હતાં. બંનેના બે બાળક પણ છે લૈલા ખાન અને ફરદીન ખાન.

લગ્નના થોડા વર્ષ પછી ફિરોઝની મુલાકાત એર હોસ્ટેઝ જ્યોતિકા ધનરાજગિરથી થઈ. જ્યોતિકાને જોતા જ ફિરોઝ તેના પર ફિદા થઈ ગયાં હતાં. જણાવી દઈએ કે જ્યોતિકાના પિતાનું નામ રાજા મહેન્દ્રગિર ધનરાજગિર છે. જ્યોતિકાથી અફેરની વાત તેની પત્ની સુંદરીના કાનો સુધી પહોચી ગઈ. ત્યારે તેણે તેનો વિરોધ કર્યો તો ફિરોઝ, સુંદરી અને પોતાના સંતાનને છોડીને જ્યોતિકા સાથે બેંગલુરૂમાં જઈને લિવ-ઈનમાં રહેવા લાગ્યો હતો.

ફિરોઝ ખાન, જ્યોતિકા સાથે 10 વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યાં. આ વચ્ચે જ્યોતિકાએ ફિરોઝ સાથે લગ્ન કરવાની વાત કરી પરંતુ દર વખતે ફિરોઝે તેની વાત ટાળી દીધી. ફિરોઝના આ વ્યવહાર પછી જ્યોતિકાને લાગતું હતું કે ફિરોઝ તેના સાથે લગ્ન નહીં કરે. તેણે પોતાના સંબંધ ખતમ કરવાનો નિર્ણય કર્યો.

આ દરમિયાન ફિરોઝે ઈન્ટરવ્યૂમાં એ કહી દીધું હતું કે તે જ્યોતિકાને નથી જાણતાં. જ્યારે આ વાત જ્યોતિકાને ખબર પડી તો તે તૂટી ગઈ અને તે ફિરોઝથી પોતાના સંબંધ તોડીને લંડન આવી ગઈ. જ્યોતિકાથી સંબંધ તૂટ્યા પછી ફિરોઝ પત્ની સુંદરી અને બાળકો પરત આવ્યાં. જોકે પરત આવ્યાં બાદ ફિરોઝનો સંબંધ પરિવાર સાથે આટલો સારો ન રહી શક્યો અને તે પરિવારથી અલગ રહેવા મજબૂર થઈ ગયાં હતાં. સુંદરીએ ફિરોઝથી મળેલા દગાના કારણ તેણે છુટાછેડા આપી દીધા હતાં.

રિપોર્ટસની માનીએ તો ફિરોઝ ખાનની પત્ની સુંદરીના તેના પહેલા સંબંધથી એક દીકરી હતીં, જેનું નામ છે સોનિયા. પરંતુ ફિરોઝ અને સુંદરીએ એ નક્કી કહ્યું હતું કે તે આ વાત લગ્ન સમય મીડિયાથી છુપાવીને રાખશે. બાદમાં સોનિયાએ ફિરોઝ ખાનની ફિલ્મોમાં પ્રોડક્શનના ક્રૂ સાથે કામ કર્યું. સોનિયાના લગ્ન બિઝનેસમેન રાજેન્દ્ર સેઠિયાથી થયાં. બાદમાં સોનિયાનું એક કાર અકસ્માતમાં મોત થયું હતું.

ફિરોઝ ખાને રિપોર્ટસ રાજૂ (1962), સુહાગન (1964), ઉંચે લોગ (1965), આરજૂ (1965), ઔરત (1967) આદમી અને ઈન્સાન (1969), મેલા, (1971), ખોટે સિક્કા (1974), ધર્માત્મા (1975) જેવી ફિલ્મોમાં કામ કર્યું. વર્ષ 2007માં અનીસ બજ્મીના ડાયરેક્શનમાં બની વેલકમ ફિરોજ ખાનની છેલ્લી રિલીઝ હતી.

Leave a Reply

You cannot copy content of this page