રિયલ લાઈફમાં આવા દેખાય છે ‘સીતા’, રામાયણમાં આવતા પહેલા કર્યું હતું B ગ્રેડ ફિલ્મોમાં કામ

નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ ”રામાયણ”માં સીતાની ભૂમિકા નિભાવીને ઘર-ઘરમાં પ્રખ્યાત થયેલી દીપિકા ચિખલિયા 56 વર્ષની થઈ ગઈ છે. દીપિકાએ પોતાના કરિયરની શરૂઆત મુંબઈથી જ કરી હતી. તે સમયે દીપિકા માત્ર 14 વર્ષની જ હતી. જ્યારે તેણે કોમર્શિયલ એડમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતાને દીપિકા ફિલ્મોમાં કામ કરે તે જરા પસંદ નહતું. પરંતુ દીપિકાની માતા શરૂઆતથી જ દીકરીનો સાથ આપતા આવ્યાં હતાં. તેમજ દીપિકાએ જ્યારે રામાયણ સાઈન કરી હતી ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ હતી. તે અત્યંત ગ્લેમરસ લાઈફસ્ટાઈલ જીવે છે. આ ઉંમરમાં પણ તે અત્યંત ખૂબસૂરત જોવા મળી છે અને તેને સારી રીત મેન્ટેન કરીને રાખે છે.

દીપિકાને સીતાનો રોલ આસાનીથી નહતો મળ્યો. એટલા માટે લગભગ 25 આર્ટિસ્ટોને એક સાથે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો. ટેસ્ટમાં સંવાદથી લઈને ચહેરાનો હાવભાવ, ચાલવાની રીત સુધી ધ્યાન આપવામાં આવ્યું હતું. આ રોલે દીપિકાનું જીવન બદલી નાંખ્યું.

સીતાની ભૂમિકા નિભાવ્યા પછી તે ભારતમાં ઘર-ઘરમાં પૂજાવા લગ્યાં હતાં. તેમની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે ભારતના તાત્કાલાકિલ વડાપ્રધાન રાજીવગાંધીએ તેમને પોતાના ઘરે દાવત પર બોલાવ્યાં. સીતોનો રોલ નિભાવ્યાં પછી ઈચ્છીને પણ દીપિકા માતા સીતાની ઈમેજથી બહાર ન નીકળી શક્યાં.

દીપિકાએ રામાયણમાં આવતા પહેલા ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતું. તે ”ભગવાન દાદા”, ”રાત કે અંધેરા”, ”ખુદાઈ, સુન મેરી લૈલા”, ”ચીખ, આશા ઓ ભાલોબાશા”, અને ”નાંગલ” ફિલ્મમાં અભિનેત્ર તરીકે જોવા મળી હતી.

તેમાંથી મોટાભાગની ફિલ્મ બી-ગ્રેડ હતી. 2017 દીપિકાએ ગુજરાતી સીરિયલ ”છુટા છેડા”થી પદડા પર વાપસી કરી હતી. તેણે ડાયરેક્ટર મનોજ ગિરીની ફિલ્મ ગાબિલમાં પણ કામ કર્યું છે.

દીપિકાએ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા, જે શ્રૃગાંર બિંદી અને ટિપ્સ એન્ડ ટોઝ નેલપોલિશના ઓનર છે. દીપિકા અને હંમેતની બે દીકરીઓ છે નિધિ ટોપીવાલા અને જૂહી ટોપીવાલા.

મીડિયા રોપોર્ટની માનીએ તો દીપિકાએ લગ્ન પછી સરનેમ બદલી નાંખી છે અને હવે પતિની કંપનીની માર્કેટિંગ ટીમની હેડ છે. દીપિકા ખાલી સમયમાં પેંટિગ કરે છે તેણે એક્રેલિક અને ઓયલ પેંટિગનનો શોક છે.

રામાયણના નિર્માતા રામાનંદ સાગરના પરિવારની વહૂ નિશા સાગર દીપિકાની ક્લોઝ ફ્રેન્ડ છે. જો કે, તે રાજશ્રી પ્રોડકશનના બડજાત્યા ફેમેલીના કોનટેક્ટમાં નથી.

જણાવી દઈએ કે ”રામાયણ”નું પ્રસારણ જાન્યુઆરી 1987થી જુલાઈ 1988થી સુધી થયું હતું. તે સમય આ શો સુપરહિટ રહ્યો હતો. સીરિયલનું પ્રસારણ રવિવારે થતું હતું અને જ્યારે આ સીરિયલ પ્રસારિત થતું હતું તો રોડ પર સન્નાટો છવાય જતો હતો.

દીપિકા બીજેપીની સંસદ પણ રહી ચૂક્યાં છે. તેણે 1991માં બીજેપીની ટિકીટ પર વડોદરોથી ચૂંટણી લડી અને જીતીને સંસદ પહોચ્યાં હતાં. દીપિકાએ 1994 પછી ફિલ્મોમાં લાંબો બ્રેક લીધો હતો. 2019માં આવેલી ફિલ્મ બાલામાં તે જોવા મળી હતી. ફિલ્મોમાં આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર અને યામી ગૌતમ લીડ રોલમાં હતાં. ફિલ્મમાં તેણે યામી ગૌતમની માઁનો રોલ પ્લે કર્યો હતો.

Leave a Reply

You cannot copy content of this page