મહિલાને ખબર ન હતી પ્રેગ્નેન્સીની, ને અચાનક ઉડતી ફ્લાઈટમાં જ આપ્યો બાળકને જન્મ, જુઓ તસવીરો

અમેરિકામાં એક ચોકાવનારા મામલામાં એક ગર્ભવતી મહિલાની ફ્લાઈટમાં ડિલવરી થઈ ગઈ. આ મહિલાનો ત્યાં સુધી દાવો છે કે તેને ખબર જ નહતી કે તે ગર્ભવતી છે. આ ફ્લાઈટ સોલ્ટ લેક સિટીથી હોનોલુલૂ જઈ રહી હતી અને એક ટિકટોક વીડિયો પછી આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ડેલી મેલની રિપોર્ટ પ્રમાણે, લેવિનિયા મોંગા નામની આ મહિલાનું બાળક અત્યારે તંદુરસ્ત છે. તબીબના જણાવ્યા મુજબ, લેવિનિયાએ પોતાના ગર્ભવસ્થાના 26-27 અઠવાડિયા પછી જ આ બાળકને જન્મ આપ્યો છે.

લેવિનિયા અને તેનુ બાળક સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને ફ્લાઈટમાં ડિલીવરી પછી લેવિનિયાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત પણ કરી.

ઉલ્લેખનીય છે કે લેવિનિયાની ડિલીવરીનો એક ટિકટોક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોને જૂલિયા હૈંસન નામની મહિલાએ બનાવ્યાં હતો. અમેરિકાની જૂલિયાએ આ વીડિયોમાં કહ્યું કે તેને પણ પહેલા વિશ્વાસ ન થયો કે અંતે એક ગર્ભવતી મહિલાને ફ્લાઈટમાં કેમ જવા દીધી.

જૂલિયાએ વીડિયોમાં આગળ જણાવ્યું કે હું આ મહિલાના પિતા સાથે જ બેઠી હતી અને તે વ્યક્તિએ મને જણાવ્યું કે લેવિનિયાને ખબર નહતી કે તે ગર્ભવતી છે. મને આ વાત પર વિશ્વાસ નહતો આવી રહ્યો. તેમજ આ વીડિયો કેબિન ક્રૂ કહે છે કે તમને બધીને ખબર પડી જ ગઈ હશે કે આ ફ્લાઈટમાં ડિલીવરી કરવામાં આવી છે. અમે આ મહિલાની હિંમતને સલામ કરીએ છીએ અને શુભકામનાઓ આપીએ છે.

આ મામલમાં ડેલ્ટા એરલાઈન્સના પ્રવક્તાએ કહ્યું કે અમારા ગ્રાહક અને ક્રૂની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા હોય છે. અમારા ક્રૂ અનેક પ્રકારની મેડિકલ સ્થિતિથી ડિલ કરવા માટે અભણ છે. આવી સ્થિતિમાં મોટાભાગે એરક્રાફ્ટ્સના ક્રૂ પાસે એક્સપર્ટસથી સંપર્ક કરવાની સુવિધા પણ હોય છે.

તેમજ આ મામલામાં લેવિનિયાની બહેને એક ગો ફંડ મી પેજ લોન્ચ કર્યું છે, જેના સહારે તે પોતાની બહેનના મેડિકલ ખર્ચ માટે લોકોથી દાનની વિનંતી કરી રહી છે. લેવિનિયાની બહેને કહ્યું કે મારી બહેન પણ અન્ય લોકો જેમ ખૂબ શોકમાં છે. કારણ કે અમારી જેમ જ તેને પણ ખબર નહતી કે તે ગર્ભવતી છે.

Leave a Reply

You cannot copy content of this page