ઘોડી ન મળી તો વરરાજા ગધેડા પર બેસી પરણવા નીકળ્યા, જાનૈયાઓ પણ મન મૂકીને નાચ્યાં

મધ્ય પ્રદેશના દેવાસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. કર્ફ્યૂ અને લૉકડાઉન જેવી સ્થિતિમાં અહીં લગ્નમાં ઘોડી ન મળતાં વરરાજા ગધેડા પર બેસી પરણવા નીકળ્યા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે, બેન્ડના તાલે જાનૈયા ઝૂમી રહ્યા છે અને એક મહિલા વરરાજા પર રૂપિયા ઉડાડી રહી છે. આ વીડિયો જોઈને યૂઝર્સ અવનવી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

કેટલાક યુઝર્સે કહ્યું કે, ઘોડી ન મળતાં વરરાજા ગધેડા પર બેસીને પરણવા ચાલ્યા છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે, કરોંદિયા ગામની પરંપરા જ છે કે, લોકો ગધેડા પર બેસીને પરણવા જાય છે.

વાત ગમે તે હોય પણ આ વીડિયોએ લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે.

Leave a Reply

You cannot copy content of this page