શરીર પર આવતી ખંજવાળ અને ગરમીમાં થતી ફોલ્લીઓથી છુટકારો મેળવવા અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, ને પછી જુઓ કમાલ

ઉનાળામાં ગરમીથી સૌ કોઈ લોકો પરેશાન રહે છે. તેમાં પણ જો ફોલ્લી થઈ જાય તો પછી તો મુસીબત ઉભી થાય છે. આ સ્વેટ રૈશ અને હીટ રૈશના નામથી પણ ઓળખમાં આવે છે. મેડિકલ ટર્મમાં તેને મિલિઆરિયા કહેવાય છે. સામાન્ય રીતે આ ગરમ અને હ્યૂમિડ વેદરમાં યુવા, બાળકો પર ફોલ્લી જેવી નીકળે છે. વાસ્તવમાં જ્યારે તેજ ગરમીથી ત્વચા પર પરસેવો તો આવે છે પરંતુ કોઈ કારણસર સ્વેટિંગ ગ્લેન્ડ બોલ્ક થઈ જાય છે તો સ્કિન પર ફોલ્લીઓ નીકળે છે જે ખૂબ ઈરિટેટિંગ અને બર્નિંગ હોય છે. જોકે આ કોઈને પણ થઈ શકે છે અને થોડા દિવસોમાં આ મટી પણ જાય છે, પરંતુ આ જગ્યા પર સતત પરસેવો આવી રહે તો અત્યંત વધી જાય છે. એવામાં કેટલાક ઘરેલુ ઉપાયની મદદથી તમે આ ફોલ્લીમાં આરામ મેળવી શકો છો. આવો જાણીએ આ ઉપાય વિશે…

1.ઓટમીલ
ફોલ્લીઓથી આરામ મેળવવા માટે ઓટમીલનો ઘરેલુ ઉપચારના તરીકે પ્રયોગ કરી શકાય છે. આ ફોલ્લીઓમાં થનારી ખંજવાળ અને ઈન્ફ્લોમેશનને શાંત કરે છે. હીટ રેશ અને સ્કિનને હીલ કરવામાં પણ આ ખૂબ ફાયદાકારક છે.એટલા માટે તમે એક કપ હળવા ગરમ પાણીમાં એકથી બે ચમચી ઓટમીલ નાંખો અને 20 મીનિટ માટે ફૂલવા દો. હવે તેની પેસ્ટ બનાવી ફોલ્લી પર લગાવો.

2. બેકિંગ સોડા
ફોલ્લીમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડાનો પ્રયોગ ખૂબ અસરકારક ઉપાય છે. આ ખંજવાળ અને બળતરાને શાંત કરે છે. એટલા માટે તમે 4 થી 5 ટેબલ સ્પૂન બેકિંગ સોડા હળવા ગરમ પાણીમાં 20 મીનિટ માટે છોડી દો. હવે આ મિશ્રણને તમે ફોલ્લી પર લગાઓ, તમને ખૂબ આરામ મળશે.

3. એલોવેરા
એલોવેરામાં એન્ટી ઈન્ફ્લામેન્ટરી અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે જે ફોલ્લીઓને મટાડવામાં ખૂબ ઉપયોગી છે. તેના પ્રયોગથી ફોલ્લીઓના દાણા મટી જાય છે અને પીડા ઓછી થાય છે. તમે એલોવેરા જેલને સીધી ફોલ્લીના ઉપર લગાવી શકો છો.

4. લીંમડો
ઘણી શોધમાં મળી આવ્યું છે કે લીંમડાના પાનમાં એન્ટીમાઈક્રોબાઈલ અને એન્ટીએનફ્લામેન્ટ્રી પોપર્ટીલ હોય છે જે કોઈપણ રીતે સ્કિન પ્રોબ્લેમને મટાડી શકે છે. એવામાં તમે લીંમડાના પાનને પીસીને અથવા પાંદડાના પાઉડરને ગરમ હુંફાળા પાણીમાં નાંખીને પેસ્ટ તૈયાર કરી લો અને તેને ફોલ્લીઓ પર લગાડો. થોડી વારમાં તેને ઠંડા પાણીથી ધોઈને સાફ કરી લો.

5. ચંદન પાઉડર
ચંદનમાં શરીરને ઠંડુ રાખવાના ગુણ હોય છે જેના કારણથી આ ફોલ્લીઓની બળતરાને શાંત કરવામાં ખૂબ લાભદાયી છે. એટલા માટે તમે ચંદન પાઉડર અને રોજ વોટરને મિક્સ કરીને પેસ્ટ બનાવી અને ફોલ્લીઓ પર લગાઓ.

Leave a Reply

You cannot copy content of this page