27 વર્ષના લગ્નજીવન બાદ બિલ અને મેલિન્ડા ગેટ્સ અલગ થયા, કહ્યું, ‘યુગલ તરીકે લાગતું નથી કે વધુ આગળ વિકસિત થઈ શકીશું’

માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને તેમના પત્નીએ છૂટાછેડા લેવાની ઘોષણા કરી છે. આ સાથે બંનેના 27 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. છૂટાછેડાની જાહેરાત કરતા બંનેએ કહ્યું હતું, ‘ખૂબ વિચાર કર્યા પછી અને અમારા સંબંધો પર ખૂબ કામ કર્યા પછી અમે નિર્ણય કર્યો છે કે અમારા લગ્નજીવનનો અંત લાવીએ.’

બિલ ગેટ્સ અને મેલિન્ડાની પ્રથમ મુલાકાત 1980ના દાયકામાં થઈ હતી. એ સમયે 1987માં મેલિન્ડા માઈક્રોસોફ્ટ ફર્મમાં જોડાયા હતા. આ યુગલને ત્રણ સંતાનો છે અને બંનેના નામથી એક સેવાભાવી સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઈન્ડેશન પણ ચાલે છે. આ સંસ્થા દ્વારા ચેપી રોગો સામેની લડાઈ તથા બાળકોમાં રસીકરણ જેવા કાર્યો માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

ફોર્બ્સની યાદી અનુસાર માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટના સહસ્થાપક તરીકે 1970થી શરૂઆત કરી હતી. બિલ ગેટ્સ અને મેલિન્ડાએ ટ્વીટર પર પોતાના લગ્નજીવનનો અંત લાવવાની વાત કરી હતી. બંનેએ ટ્વીટર પર લખ્યું હતું, “છેલ્લા 27 વર્ષમાં, અમે ત્રણ અદભૂત સંતાનો પ્રાપ્ત કર્યા અને એક એવી સંસ્થાની સ્થાપના કરી કે જે સમગ્ર વિશ્વમાં લોકોને સ્વસ્થ અને પ્રોડક્ટિવ લાઈફ આપવા સમર્થ બનાવે છે.

અમે આ કામમાં દૃઢ વિશ્વાસ ધરાવીએ છીએ અને આ સંસ્થામાં સાથે કામ કરીશું પણ અમને લાગતું નથી કે અમે એક યુગલ તરીકે જીવનના આગામી દિવસોમાં વિકસિત થઈ શકીએ. અમે અમારા પરિવાર માટે પ્રાઈવસી ઈચ્છીએ છીએ કેમકે અમે જીવનના નવા વળાંક પર જઈ રહ્યા છીએ.”

1987માં મેલિન્ડા માઈક્રોસોફ્ટમાં પ્રોડક્ટ મેનેજર તરીકે જોડાયા હતા. એ જ વર્ષે બિલ ગેટ્સ સાથે તેઓ એકવાર બિઝનેસ ડિનરમાં જોડાયા હતા. ત્યારબાદ બંનેએ ડેટિંગ શરૂ કર્યુ હતું. એક સમયે બિલ ગેટ્સે પોતાના આ ડેટિંગ વિશે વાત કરતા કહ્યું હતું, ‘એ સમયે અમે એકબીજાની ખૂબ દરકાર કરતા હતા. અમારી સામે બે જ વિકલ્પ હતા, કાં તો અમે બ્રેક અપ કરીએ અને કાં તો અમે લગ્ન કરી લઈએ.

અગાઉ એમેઝોનના સીઈઓ જેફ બેજોસે પણ 2019માં 25 વર્ષના લગ્નજીવન બાદ મેંકેજી સાથે ડિવોર્સની ઘોષણા કરી હતી. દુનિયાની સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસે પત્ની મેંકેજી સાથે છૂટાછેડા લીધાના સમાચારો પણ ભારે ચર્ચાનો વિષય બન્યા હતા

Leave a Reply

You cannot copy content of this page