આ ડોક્ટરે બનાવ્યું એવું જુગાડું મશીન, જે હવામાથી ખેંચીને દર્દીને આપશે ઈમરજન્સી ઓક્સિજન

મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લામાં દર્દીનું ઓક્સિજનનું લેવલ સતત ઓછું જોવા મળ્યું તો સરકારી હોસ્પિટલના ડોક્ટર અને કર્મચારીઓએ બનાવી દીધું દર્દીઓને પ્રાણ વાયુ આપનારૂ જુગાડું કમ્પ્રેશર મશીન. જી હાં, આ મશીનથી હવાને વાતાવરણમાંથી ખેચીને દર્દીને આપી શકાય છે જેથી ઈમરજન્સીમાં ઘણાં અંશ સુધી મદદ મળી શકે છે.

તમને 3 ઈડિયટ ફિલ્મનો સીન તો યાદ હશે જેમાં ફિલ્મ અભિનેતા આમિર ખાન ઈમરજન્સીમાં થઈ રહેલી ડિલીવરી માટે વૈક્યૂમ વાળું મશીન બનાવી દે છે. ઠીક એવી જ રીતે આગર માલવા જિલ્લાના સુસનેરના સરકારી હોસ્પિટલના ડોક્ટરે ઓક્સિજનની કમી દૂર કરવા માટે એક મશીનો જુગાડ કરી દીધો છે.

હોસ્પિટલમાં આવી રહેલા ગંભીર દર્દીને ઓક્સિજનનો અભાવ જોઈ ડોક્ટર બ્રજ ભૂષણ પાટીદારે ડેન્ટલ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા કમ્પ્રેશર મશીનમાં થોડું મોડિફિકેશન કરી એક એવા મશીનનો જુગાડ કર્યો જેથી વાતાવરણમાંથી હવાને ખેચીને દર્દીને પ્રેશરથી આપવામાં આવે તો તેના ઓક્સિજનની કમીને ઘણાં અંશે પૂરી શકાય છે.

ડોક્ટર પાટીદાર જણાવે છે કે છેલ્લા થોડા દિવસોથી ઓક્સિજનના બાટલાની જરૂર વધુ લાગી રહી હતી. અને રિફિલની ભારે સમસ્યા આવી રહી હતી જેથી ઈમરજન્સીમાં અનેક દર્દીને રેફર કરી દેતા, એટલા સમય માટે પણ ઓક્સિજન ઉપલબ્ધ નહતો થઈ રહ્યો. એવામાં રોજ દર્દીની મુશ્કેલીઓને જોઈને તેને રાહત આપવા માટે તેને આ મશીનને બનાવવાનો વિચાર આવ્યાં જેમાં તેના સ્ટાફમાં કાર્યરત દીપક સોની અને બંશીલાલએ પણ મદદ કરી. ડેન્ટલ ઈલાજમાં ઉપયોગમાં લેવાતા કમ્પ્રેશરમાં થોડી મોડિફિકેશન કરી દીધું અને માસ્ક લગાવીને માત્ર 20 થી 25 હજારના ખર્ચમાં આ મશીન બનાવી દીધું.

દિવસ રાત દર્દીઓની સેવા લાગેલા ડોક્ટર દરેક સમય પોતાના દર્દીને સાજા કરવાનું જ વિચારે છે. તેનો ઉદ્દેશ્ય દર્દીઓને થઈ રહેલી સમસ્યાઓ દૂર કરવાનો છે. ડો. પાટીદાર જેવા ડોકટરોના જઝબાને સલામ, જે મર્યાદિત સંસાધનો હોવા છતાં મહામારીમાં લોકોના વેદનાને દૂર કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. જો કે, કોઈ ચિકિત્સક સંગઠન અથવા સંસ્થા દ્વારા આ મશીનથી દર્દીઓના ફાયદાના દાવાની પુષ્ટિ થઈ નથી.

Leave a Reply

You cannot copy content of this page