યુવકોએ લગ્ઝુરિયસ કારોને બનાવી દીધી એમ્બ્યુલન્સ, મફતમાં ગરીબ દર્દીઓને પહોંચાડે છે હોસ્પિટલ

મધ્ય પ્રદેશના બાલાઘાટના નક્સલ પ્રભાવિત બેહરમાં એક યુવા વ્યવસાયએ પોતાની 5 લગ્ઝુરિયસ ગાડીઓને એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરી નાંખી છે. યુવકનું કહેવું છે કે વર્તમાન સમયમાં એમ્બ્યુલન્સ ચાલકો લોકો પાસેથી મનમાન્યા પૈસા વસુલી રહ્યાં છે. એવામાં આ યુવક પોતાના મિત્રો સાથે મળીને ગરીબ દર્દીઓને નિ:શુલ્ક અને સક્ષમ લોકોને ફક્ત ડીઝલના ખર્ચ પર એમ્બ્યુલન્સની સેવા આપી રહ્યાં છે. યુવકની આ પહેલ મીડિયામાં પણ ચર્ચામાં છે.

ઈનોવા, હોન્ડા, સિટી, ઈડિયોસની લગ્ઝરી કાર દર્દીને લઈ જવા માટે બેડ સાથે તૈયાર છે. આદિવાસી બહુલ બેહરમાં એમ્બ્યુલન્સનો અભાવ અને એમ્બ્યુલન્સ ચાલકોએ મનમાન્યા પૈસા વસુલવાના કારણ ત્યાં યુવાઓએ ગરીબ દર્દીને મફતમાં લઈ જવા માટે આ વ્યવસ્થા તૈયાર કરી છે. તેમજ શહેરના સક્ષમ લોકો એકબીજા મૂડી એકઠી કરીને દર્દી માટે ડીઝલની વ્યવસ્થા કરે છે. યુવા વેપારીઓની આ પહેલ વર્તમાન સમયમાં મદદગાર સાબિત થઈ રહી છે.

લક્ઝરી કારને એમ્બ્યુલન્સમાં બનાવનારા બંન્ટી જૈને જણાવ્યું કે અમે લોકોએ મળીને પોતાની ગાડીઓને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરી છે. જેમાં ઓક્સિજન બાટલા પણ લગાવવામાં આવ્યાં છે. જેથી ગરીબ દર્દીને સુવિધા સાથે આ વિસ્તારથી હોસ્પિટલ લઈ જવામાં આવી શકે આ સંપૂર્ણ કામ ગરીબ દર્દી માટે નિ:શુલ્ક કરવામાં આવી રહ્યું છે.

તેના એક અન્ય સાથી મનીષ તિવારીએ જણાવ્યું કે જ્યારે કોઈ ગરીબ દર્દીને બહારથી શહેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે તો અમે લોકો સહયોગ કરીને ડીઝલ અને બાકી વ્યવસ્થા કરીએ છીએ અને દર્દીને નિ:શુલ્ક સેવા આપીને હોસ્પિટલ સુધી ઓક્સિજન સપોર્ટ સાથે પોતાની ગાડીઓથી પહોચાડી છીએ.

Leave a Reply

You cannot copy content of this page