‘તારક મહેતા..’ ના પત્રકાર પોપટલાલે ઘરવાળાની મરજી વિરૂધ કર્યા હતાં લગ્ન, અનોખી છે લવ સ્ટોરી, વાંચો

ટેલીવિઝનનો સૌથી પ્રખ્યાત શો ”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં” પોપટલાલના અભિનયે ચારોતરફ ચર્ચા જગાવી છે, તેનું સૌથી મોટું કારણ છે કુંવારા પોપટભાઈ. આ ટીવી શોમાં પોપટભાઈ છેલ્લા 12 વર્ષથી લગ્ન માટે છોકરી ગોતી રહ્યાં છે, પરંતુ અત્યાર સુધી તેના લગ્ન નથી થયા. જ્યારે તેના લગ્નની વાત ચાલે છે તો વચ્ચે કોઈને કોઈ અચડણ આવી જ જાય છે પછી તો પોપટભાઈ ઉદાસ થઈને બેસી જાય છે. જોકે આ વખતે લાગે છે શોમાં તેના લગ્ન થઈ જશે.

ત્યારે તમને આ જાણીને મુશ્કેલી થશે કે વાસ્તવિક જીવનમાં પોપટલાલ ત્રણ બાળકના પિતા છે, તેનું અસલી નામ શ્યામ પાઠક છે, તેની લવ સ્ટોરી પણ રસપ્રદ છે. કોલેજના દિવસોમાં તે પોતાની ક્લાસમેટ પર ફિદા હતાં અને તેની સાથે જ લગ્ન કરી લીધા હતાં.

તેમની પત્નીનું નામ રેશમી છે. તેના બે બાળકો અને એક પ્રેમાળ દીકરી છે. શ્યામે એનએસડીથી એક્ટિંગનો કોર્ય કર્યો છે. તે એક એપિસોડના 60 હજાર લે છે.

CA બનતા રહી ગયા એક્ટર
શ્યામ પાઠક પહેલા પોતાનુ કરિયર સીએ તરીકે બનાવવાનુ વિચાર્યુ હતુ. તેણે ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટમાં એડમિશન પણ લીધુ હતુ પરંતુ એક અભિનયમાં તેમના લગાવને કારણે આ કોર્સ અધૂરો રહી ગયો હતો. શ્યામે બાદમાં નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં એડમિશન લઇ લીધુ હતુ.

આ શોમાં સૌથી વધારે ફી લે છે જેઠાલાલ
જેઠાલાલ વિના ”તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોની કલ્પના કરી શકાતી નથી. આ પાત્ર ખૂબ મહત્વનું છે, પરંતુ ભાગ્યને કારણે જેઠાલાલના જીવનમાં સમસ્યાઓ આવતી જ રહે છે અને તે જોઈને દર્શકોના ચહેરા પર ખુશી આવે છે.

આ જ કારણ છે કે આ પાત્ર ભજવનારા દિલીપ જોશીને સૌથી વધુ ફી આપવામાં આવે છે, તેમને એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા આપવામાં આવે છે.

Leave a Reply

You cannot copy content of this page