માતાના અંતિમ દર્શન માટે પણ ન જઈ શક્યા આ ડોક્ટર, કારણ જાણીને તમારી આંખમાં આવી જશે આસું

મહામારીમા સમગ્ર દુનિયા મુશ્કેલીમાં છે. આવા સંકટના સમયમાં જો કોઇ દિવસ રાત સૌથી આગળ લડાઇ લડી રહ્યાં છે તો તે છે મેડિકલ સ્ટાફ. મેડિકલ સ્ટાફ પોતાના પરિવારથી દૂર રહીને બજાના જીવ બચાવવાના સતત પ્રયાસો કરી રહ્યાં છે. તેઓ આ સમયે પોતાનું કર્તવ્ય સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવી રહ્યાં છે. આવા જ એક કર્મવીરની કહાની રાજસ્થાનમાં સામે આવી છે. અહીં એક ડોક્ટર દીકરો પોતાની માતાના નિધન બાદ તેના અંતિમ દર્શન કરવા પણ જઇ શક્યો નહીં. તે કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યાં છે અને લોકોને બચાવવાનું કામ કરી રહ્યાં છે.

Advertisement

જાણકારી પ્રમાણે રામમૂર્તિ મીણાને જ્યારે માતાના નિધનની સૂચના મળી તો તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યાં હતા. તેમ છતા તે પોતાના કર્તવ્યથી પાછળ ન હટ્યા અને આંસુ લૂંછી સેવા કરતા રહ્યાં.

આ યોદ્ધાનું નામ છે જયપુરના એસએમએસ હોસ્પિટલના આઇસોલેશનના આઇસીયુ પ્રભારી ડોક્ટર રામમૂર્તિ મીણા. મીણાની 93 વર્ષિય માતા ભોલાદેવીનું નિધન સોમવારે કરૌલીમાં થઇ ગયું. પરંતુ દેશના આ કર્મવીરે પોતાના કામને પ્રધાન્ય આપ્યું અને કોરોના વાયરસ સામે જંગ લડી રહેલા લોકોને બચાવવા માટે માતાના અંતિમ દર્શ કરવા પણ ન કર્યા. એટલું જ નહીં તે પોતાની માતાના અંતિમ સંસ્કારમાં પણ હાજર ન રહી શક્યા. છેલ્લે તેઓએ વીડિયો કોલ કરી માતાની અંતિષ્ટિ દરમિયાન દર્શન કર્યા.

રામમૂર્તિ મીણા મૂળરૂપથી જિલ્લા કરૌલીના રાણોલી ગામના રહેવાસી છે. હાલ તેની પત્ની અને બાળકો બધા જ ગામડે છે.

ડોક્ટર મીણાએ મોબાઇલ પર માતાની માફી માગતા કહ્યું હતું કે, મને માફ કરજો માતા, કોરોનાથી લોકોના જીવ બચાવી રહ્યો છું આથી તમારી ચિતાને મુખાગ્ની ન આપી શક્યો.

આ વાતની જાણ થતાં જ સોશિયલ મીડિયા પર ડોક્ટર મીણાના કામને લોકો વખાણી રહ્યાં છે. સાથે જ આવા અનેક ડોક્ટર, નર્સ અને પોલીસ ઓફિસર્સ છે જેઓ સતત કોરોના મહામારીના સંકટ સમયે પોતાના ફરજ નિષ્ઠા પૂર્વક નીભાવી રહ્યાં છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page