નસીબ રંકને રાજા બનાવે! આ છોકરી સાથે જે થયું એ વાંચ્યા પછી તમે પણ માનવા લાગશો નસીબમાં!

મનીલાઃ

Advertisement
માણસનું નસીબ બદલવા માટે એક તસવીર જ કાફી છે. 13 વર્ષની રીતા ગૈવિયોલા તેનું ઉદાહરણ છે. 4 વર્ષ પહેલા તે રસ્તા પર ભીખ માંગતી હતી પરંતુ આજે મૉડેલ અને ઑનલાઈન સેલિબ્રિટી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના એક લાખ કરતા વધુ ફોલોઅર્સ છે. વાર્તા ત્યારે શરૂ થઈ જ્યારે ફિલીપીંસના લુકબાન શહેરમાં ફોટોગ્રાફર ટોફર ક્વીંટો પહોંચ્યા.

ટોફર રીતાની નેચરલ બ્યુટીથી પ્રભાવિત થયા અને તસવીર લીધી. આ તસવીર તેણે સોશિયલ મીડિયા પર શૅર કરી અને રીતાનું જીવન બદલાઈ ગયું. રીતાના 5 ભાઈ બહેન છે. મા બીજાના ઘરમાં કામ કરે છે અને પિતા ભંગાર એકઠો કરે છે.

મૉડેલિંગ સાથે એક્ટિંગ પણ કરીઃ 4 વર્ષ પહેલા જ્યારે તેની તસવીર લેવામાં આવી તો તેને અનેક બ્યૂટી ક્વીને પસંદ કરી અને તેને આર્થિક મદદ પણ કરી. તસવીર વાયરલ થઈ તો અનેક ફેશન બ્રાન્ડે તેને મોડેલ બનાવી. તે ટીવી શોમાં પણ નજર આવી. રીતા બેડઝાઓ નામના અલ્પસંખ્યક સમુદાયમાંથી આવે છે એટલે સોશિયલ મીડિયા યૂઝર્સે તેનું નામ બેડઝાઓ ગર્લ રાખી દીધું.

અમેરિકી ચાહકે ભેટ આપ્યું ઘરઃ 2018માં રીતાએ યુટ્યૂબ પર એક વીડિયો અપલોડ કર્યો. જેમાં તેણે પોતાના નવા ઘરની જાણકારી આપી. આ ઘર બનાવવામાં તેના એક અમેરિકી ચાહકે આર્થિક મદદ કરી હતી. રીતા હાલ સોશિયલ મીડિયામાં પોતાની તસવીરોના કારણે ચર્ચામાં છે. હાલ તેની પ્રાથમિકતા ભણતર પૂર્ણ કરવાની છે.

રિઆલિટી શો ‘બિગ બ્રધર’માં કર્યું કામઃ મિસ વર્લ્ડ ફિલિપીંસ 2015, મિસ ઈન્ટરનેશનલ ફિલિપીંસ 2015 અને મિસ અર્થ 2015એ સોશિયલ મીડિયા પર રીતાના ફિગરના વખાણ કર્યા. રીતા ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેને રિઆલિટી શો ‘બિગ બ્રધર’ ઑફર કરવામાં આવ્યો હતો. આ શો એ તેને નવી ઉંચાઈઓ અપાવી અને પરિવાર આર્થિક રીતે મજબૂત થયો.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page