આ વૃદ્ધને CMથી લઈને દરેક લોકો કરી રહ્યાં છે પ્રણામ, એવું કામ કર્યું કે જાણીને તમે પણ કરશો સલામ

દેશમાં કોરોના વાયરસનું સંકટ દિવસે ને દિવસે વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદથી દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે મહામારી સામે લડવા આગળ આવી રહ્યાં છે અને બને તેટલી મદદ કરી રહ્યાં છે. આવી જ એક ઉત્તરાખંડની 60 વર્ષિય ઉદાર મહિલા છે. આ મહિલાએ પોતાના જીવનભરની કમાણી અંદાજે 10 લાખ રૂપિયાનો ચેક પીએમ કેર ફંડમાં દાન કર્યો છે.

Advertisement

દેવકીજીએ જણાવ્યું કે મારું બાળપણનું સપનું હતું કે હું દેશની સેવા કરું. મારા પિતા આઝાદ હિંદ ફૌઝમાં હતા. લગ્ન બાદ પતિએ તમામ સમાજ સેવામાં તેમનો સાથ આપ્યો હતો. આજ કારણે તે 60 વર્ષની ઉંમરમાં પણ સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યે પોતાની સેવા આપે છે.

જાણકારી પ્રમાણે દેવકીજી અવાર નવાર સામાજિક કાર્યોમાં આર્થિક મદદ કરતી રહે છે. દેવકીજીએ કેટલાક ગરીબ બાળકોને ગોદ પણ લીધા છે જેનો તમામ ખર્ચ પોતે ભોગવે છે.

રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે પણ દેવકીજીના આ સરાહનીય પગલાના વખાણ કર્યા છે. તેઓએ ટ્વીટર પર લખ્યું કે દેવકી દેવી ભંડારીજી આ રાશિદાન કરી અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યું છે. શ્રીમતી દેવકી જીનો આ સદ્ભાવના માટે હાર્દિક આભાર. કોરોના સામે લડવા માટે આવી દરેક મદદ ફાયદાકારક છે.

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. રમેશ પોખરિયાલે દેવકી દેવીનું કામ ટ્વીટ કરી તેના વખાણ કર્યા છે. તેઓએ ટ્વીટર પર લખ્યું છે કે માતૃ શક્તિ આદરણીય દેવકી ભંડારીજીએ પીએમ મોદીના આહ્વાન પર પોતાના જીવનની સંપૂર્ણ સંચિત જમા પૂંજી રૂપિયા 10 લાખની ધન રાશી કોરોના વાયરસ સામે લડવા માટે દેશ સેવામાં સમર્પિત કરી છે. હું તેણીને પ્રણામ કરું છું.

કોરોના સામે લડવા માટે 60 વર્ષના આ વૃદ્ધે PM કેર ફંડમાં એટલી મોટી રકમ દાન કરી કે લોકો આજે કરી રહ્યાં છે વખાણ.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page