માત્ર સાત દિવસમાં 32ની કમર થઈ જશે 28ની, ઘઉંની નહીં પણ આ પ્રકારની રોટલી ખાવાની કરો શરૂ

અમદાવાદઃ

Advertisement
આજકાલ મોટાભાગના લોકો ઓબેસિટીથી પીડીત છે. લોકો પોતાના બિઝી શિડ્યૂઅલને કારણે વજન ઘટાડી શકતા નથી અને ગમે તેવા ઉપાય અજમાવતા હોય છે. જોકે, અનેક પ્રયાસો બાદ પણ જ્યારે મરજી પ્રમાણેનું પરિણામ ના મળે ત્યારે ઉદાસ થઈ જવાય તે સ્વાભાવિક છે. આજે અમે એક બાબત અંગે જણાવીશું, જેનાથી તમારું વજન ઝડપથી ઘટશે.

ઘંઉ: ઘંઉની રોટલીમાં કાર્બ્સ, આયરન, નિયાસિન, વિટામિન બી6, થાયમિન તથા કેલ્શિયમ હોય છે. જ્યારે થુલી ફાઈબરથી ભરપૂર હોય છે. બંનેને મિક્સ કરીને મોટા આંતરડાની બીમારીઓ મટાડી શકાય છે. આનાથી કબજિયાત, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીશ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ આ પ્રકારનો લોટ હાઈ ફાઈબર હોવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે.

જવઃ જવની રોટલી ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. ફાઈબર વધુ માત્રામાં હોય છે. જવની રોટલી વજન ઓછું કરવામાં ઘણી જ મદદ કરે છે. જો તમને વારંવાર ભૂખ લાગે તો જવની રોટલી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.

મલ્ટીગ્રેનઃ તમે ઘંઉંના લોટમાં થોડું બેસન ઉમેરીને રોટલી બનાવી શકો છે. આમ કરવાથી ઝડપથી વજન ઘટે છે. ચણામાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે, જે શરીરમાં કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી કરે છે. તમે લોટમાં બેસન મિક્સ કરીને મલ્ટીગ્રેન રોટલી બનાવી શકો છો.

સોયાઃ તમે સોયાબીનમાંથી બનાવેલા સોયા લોટની રોટલી બનાવી શકો છે. આ લોટમાં લો વેટ હોય છે. આ સોયા પ્રોટિન મોનોપોઝમાંથી પસાર થતી મહિલાઓ માટે ખાસ લાભદાયી છે.

આ આર્ટિકલ સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિને આ શાકભાજી અનુકૂળ આવે તેમ ના પણ બને. વજન ઉતારવા માટે ડાયટ તથા વર્કઆઉટ જરૂરી છે. જો આમાંથી એક પણ શાકભાજી અનુકૂળ ના આવે તો તેનો ઉપયોગ ના કરવો અથવા તો ફેમિલી ડોક્ટરનો સંપર્ક કર્યા બાદ જ ઉપયોગ કરવો.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page