ઈતિહાસમાં પહેલીવાર લેબમાં તૈયાર કરાયું ‘માતાનું દૂધ’ (ધાવણ), કંપનીની ખુલ્લા બજારમાં વેચવાની તૈયારી

કોઈપણ નવજાત બાળકની માનસિક અને શારીરિક વૃદ્ધિ માટે માતાનું દૂધ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે ટેક્નોલોજી એવી સ્તરે પ્રગતિ કરી છે કે હવે લેબમાં નવજાત શિશુ માટે માતાના દૂધની તૈયાર કરવાની રીતની શોધ થઈ છે. (પ્રતિકાત્મક તસવીર)

Advertisement

બાયોમિલ્ક નામની એક સ્ટાર્ટ-અપ મહિલાઓના સ્તન કોષોમાંથી દૂધ બનાવવામાં સફળ રહી છે. આ કંપનીની મોટાભાગની મહિલાઓ છે. કંપનીનું કહેવું છે કે લેબમાં તૈયાર કરાયેલા આ દૂધમાં મોટા પ્રમાણમાં બધા પોષક તત્વો હોય છે જે સામાન્ય રીતે માતાના દૂધમાં જોવા મળે છે. (પ્રતિકાત્મક તસવીર)

કંપનીનો દાવો છે કે મેક્રોન્યૂટ્રિએન્ટ પ્રોફાઇલ મુજબ તેમાં તમામ પ્રકારના પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટી એસિડ્સ અને બાયોએક્ટિવ લિપિડ્સ હોય છે જે કોઈ પણ માતાના દૂધમાં જોવા મળે છે. જો કે બંને દૂધમાં એન્ટિબોડીઝનો તફાવત છે. (પ્રતિકાત્મક તસવીર)

આ કંપનીના સહ-સ્થાપક અને મુખ્ય સાયન્સ અધિકારી ડો.લીલા સ્ટ્રિકલેન્ડે ફોર્બ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એન્ટિ બોડી ન હોવા છતાં અમારા ઉત્પાદનની પોષક અને બાયોએક્ટિવ રચના અન્ય ઉત્પાદનો કરતાં વધુ છે અને સ્તન સાથે વધું મળતું આવે છે. (પ્રતિકાત્મક તસવીર)

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારું ઉત્પાદન રોગપ્રતિકારક વિકાસ, આંતરડાની પરિપક્વતા, માઇક્રોબાયોમ વસ્તી અને મગજના વિકાસને જે રીતે સપોર્ટ કરે છે કોઈ તે અન્ય ઉત્પાદન કરી શકશે નહીં. તેમણે કહ્યું કે અમારો પ્રયાસ છે કે આ ઉત્પાદન આગામી ત્રણ વર્ષમાં બજારમાં ઉપલબ્ધ થાય. (પ્રતિકાત્મક તસવીર)

ડોક્ટર સ્ટ્રિકલેન્ડ પોતાના અનુભવ પછી સ્તન દૂધના વિકલ્પ પર કામ કરવાનું શરૂ કર્યું. ખરેખર તેનો પુત્રનો અધુરા મહિને જન્મ થયો હતો અને આ કારણે તે તેને માતાનું દૂધ આપી શકાયું ન હતું. આ પછી તેણે વર્ષ 2013 માં એક લેબમાં સ્તન કોષો તૈયાર કરવાનું શરૂ કર્યું. (પ્રતિકાત્મક તસવીર)

આ પછ, તેમણે ફૂડ વૈજ્ઞાનિક મિશેલ એગરના સહયોગથી વર્ષ 2019 માં સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ કંપનીના સ્થાપકો કહે છે કે તેમનો ધ્યેય સ્તનપાનને દૂર કરવાનો નથી પરંતુ તેમના ઉત્પાદન દ્વારા તેઓ મહિલાઓને વિકલ્પ પ્રદાન કરવા માગે છે. (પ્રતિકાત્મક તસવીર)

આ કંપનીની સાઇટ પર લખ્યું હતું કે અમારું માનવું છે કે કોઈ પણ બાળકની સંભાળ માટે ફક્ત એક જ પદ્ધતિ યોગ્ય હોઈ શકે નહીં અને દરેકને તેમના પરિવારના ફાયદા માટે શ્રેષ્ઠ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. અમે આ ઉત્પાદનની સહાયથી લોકોને વધુ વિકલ્પો પ્રદાન કરવવા માગીએ છીએ. (પ્રતિકાત્મક તસવીર)

Advertisement

Leave a Reply

You cannot copy content of this page