હિંમતને સલામ છે બોસ:પાંચ મહિનાની ગર્ભવતી મહિલાએ તળાવમાં ડૂબી રહેલા 3-3 બાળકોનો જીવ બચાવ્યો

અમેરિકામાં એક પ્રેગ્નન્ટ મહિલાએ મિશિગન તળાવમાં ડૂબી રહેલા ત્રણ બાળકોનો જીવ બચાવ્યો. આ મહિલાનું નામ એલિસા ડેવિટ છે અને તે પાંચ મહિનાની ગર્ભવતી છે. તે તળાવે ફરવા ગઈ હતી ત્યારે તેણે કોઈને હાથ ઉંચો કરીને મદદ માગતા જોયા. એલિસાને લાગ્યું કોઈ તેને મદદ માટે બોલાવી રહ્યું છે, તે તરત મદદે દોડી.

Advertisement

આ દરમિયાન તેણે પોતાના બાળકોને સુરક્ષિત જગ્યાએ બેસાડ્યા. તેણે જોયું કે ત્રણ બાળકો ઘાટની દીવાલના સહારે ઊભા હતા અને તેઓ ગમે ત્યારે ડૂબી શકે તેમ હતા. એલિસાએ પોતાના વિશે પળવારનો પણ વિચાર કર્યા વગર તળાવમાં ડૂબકી મારી અને બાળકોને કિનારે લાવી.

એલિસાએ કહ્યું, મેં મારી સુપર સ્ટ્રેન્થનો ઉપયોગ કરીને બાળકોને બચાવી લીધા. એક બાળક તેની જાતે તરીને કિનારે આવ્યું. ઈમર્જન્સી ક્રૂ આવી અને આ બાળકોની પ્રાથમિક સારવાર કરી. એલિસાએ પોતાનો ચેકઅપ પણ કરાવ્યો, પણ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને કોઈ નુકસાન થયું નહોતું.

આ સમગ્ર ઘટના દરમિયાન એલિસાના પોતાના બાળકો કિનારે શાંતિથી બેઠા હતા. તેણે પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો. લોકોએ તેના અને બાળકોના ખૂબ વખાણ કર્યા. એલિસાએ પોસ્ટમાં લખ્યું, બાળકોને સ્વીમિંગ ચોક્કસ શીખવાડવું જોઈએ જેથી જરૂર પડે તેઓ પોતાની અને બીજાની રક્ષા કરી લે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page