દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે સુથાર પિતાએ લાકડામાંથી બનાવી ઈલેક્ટ્રોનિક લેમ્બોર્ગિની કાર, જેને રસ્તા પર દોડાવી પણ શકાય છે

વિયેતનામમાં એક વ્યક્તિએ પોતાના દીકરા માટે લાકડામાંથી કાર બનાવી છે. હવે તમે વિચારશો કે તેમાં શું મોટી વાત છે. પરંતુ વ્યવસાયે સુથારનું કામ કરતાં ટ્રુઓંગ વેન ડાઓએ પોતાના દીકરા માટે લાકડામાંથી ઈલેક્ટ્રિક લેમ્બોર્ગિની બનાવી છે. વિયેતનામ ટાઈમ્સના અનુસાર, તે રસ્તા પર 25 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડે છે.

Advertisement

સુથારે કર્યું કારનામુ
વિયેતનામમાં એક સુથાર ટ્રઓંગ વેન ડાઓએ પોતાના દીકરા માટે લાકડાની ઈલેક્ટ્રિક લેમ્બોર્ગિની કાર બનાવી. તેને ગયા અઠવાડિયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કારની સાથે એક તસવીર શેર કરી. જેમાં તે પોતાના દીકરાને રિમોટ કંટ્રોલ આપતો જોવા મળી રહ્યો છે.

લેમ્બોર્ગિની કારનો વીડિયો વાઈરલ
ડાઓએ આ કાર તેના દીકરા માટે બનાવી છે. લાકડામાંથી બનેલી આ કાર લેમ્બોર્ગિનીની સ્પોર્ટ્સ કાર સિઆન રોડસ્ટર જેવી દેખાય છે. યુટ્યુબ પર એનડી-વુડવર્કિંગ આર્ટ ચેનલે ટ્રઓંગ વેન ડાઓના કારનામાનો એક વીડિયો શેર કર્યો છે. 15 મિનિટના આ વીડિયોમાં મિની સ્પોર્ટ્સ કાર બનાવવાની સંપૂર્ણ પ્રોસેસ બતાવવામાં આવી છે.

ટ્રઓંગ વેન ડાઓના કામની પ્રશંસા થઈ રહી છે
આ કારનો વીડિયો જેવો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો તો લાખો લોકોએ તેને શેર કર્યો. લોકો ટ્રઓંગ વેનના કામની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

65 દિવસમાં બનાવી ઈલેક્ટ્રિક લેમ્બોર્ગિની કાર
ટ્રઓંગ વેન ડાઓએ આ કારને 65 દિવસમાં બનાવી છે. વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં તે લખે છે કે આ કાર સુપરકારમાં સુપરકેપેસિટર લગાવવામાં આવ્યું છે. આ કારને નકામા લાકડામાંથી બનાવવામાં આવી છે. આ કારમાં લગાવવામાં આવેલી મોટરના કારણે આ કાર 25 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page