બ્લેક ફંગસની સારવારમાં ખર્ચ કર્યા અધધ રૂપિયા, તેમ છતાં શરીરનું આ કિંમતી અંગ ગુમાવ્યુ

નાગપુરના એક વ્યક્તિને કોરોના થયાના કેટલાક મહિના પછી મ્યુકોર માયકોસિસની બિમારી થઈ હતી. અને તે વ્યક્તિ અને તેના પરિવારે સારવાર માટે દોઢ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આટલા બધા પૈસા ખર્ચ્યા પછી પણ તે વ્યક્તિએ તેની એક આંખ કાયમ માટે ગુમાવવી પડી.

Advertisement

નાગપુરના નવીન પૉલ જીએસટી વિભાગમાં કાર્યરત છે. કોરોના પછી, તેને મ્યુકોર માયકોસિસનો રોગ થયો અને તેની સારવાર માટે તેને સતત 6 જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર લેવી પડી. આ સારવાર માટે તેણે 1 કરોડ 48 લાખ રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા.

થોડા મહિના પહેલાં નવીન પૉલને કોરોના થયો હતો, જેમાંથી તેઓ સાજા પણ થઈ ગયા હતા, પરંતુ થોડા દિવસો પછી તેને તેની આંખોમાં તકલીફ થવા લાગી, દાંત હલવા લાગ્યા.

જ્યારે તેમણે નાગપુરના ડોક્ટર પાસે આ વિશે પુછ્યુ ત્યારે તેમને વધુ સારવાર માટે હૈદરાબાદ જવા માટેની સલાહ આપવામાં આવી હતી, પરંતુ હૈદરાબાદમાં કોઈ ખાસ સારવાર મળતા, તેઓ સારવાર માટે મુંબઇ ગયા હતા.

એક મહિના સુધી તેમની મુંબઈમાં સારવાર કરવામાં આવી. તેમને તે સારવારનો કોઈ વિશેષ લાભ મળ્યો ન હતો, તેથી પૉલ સારવાર માટે નાગપુર પાછા ગયા હતા. અહીં જ તેમની સારવાર કરવામાં આવી હતી અને ડૉક્ટરે તેમની એક આંખને કાઢવાનો નિર્ણય કર્યો. પરિવારની સંમતિ પછી, પૉલની એક આંખ કાઢી નાંખવામાં આવી હતી.

આ તમામ હોસ્પિટલોમાં સારવાર માટે પૉલને 1 કરોડ 48 લાખ રૂપિયાનું બિલ ચૂકવવું પડ્યું હતું. નવીનની પત્ની રેલ્વેમાં છે, તેથી રેલવે વિભાગે આ તમામ સારવાર માટે તેમને ખૂબ મદદ કરી અને તેમનું કહેવું છે કે તે બચી ગયા.

નવીનની પત્ની સંગીતાએ તેના પતિને બચાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા. જેમ જેમ તેમના પતિની સારવારનો ખર્ચ વધતો રહ્યો હતો, તેમના સંબંધીઓએ પણ તેમને ખૂબ મદદ કરી. દરેક જણ તેમનો જીવ બચાવવા તેમની મદદ માટે આગળ આવી રહ્યા હતા અને નાગપુરમાં ડોકટરોએ પણ ઘણા પ્રયત્નો કર્યા અને નવીનનો જીવ બચી ગયો.

 

નવીનને એક આંખ કાઢવી પડી પણ બીજી આંખ સારી છે અને તે આંખની રોશની ખૂબ જ સારી છે, તેથી તેની પત્ની ખુશ છે. પૉલ કહે છે કે રેલ્વે અને તેના મિત્રો અને પરિવારે તેમને ખૂબ મદદ કરી.

નાગપુર અને વિદર્ભમાં કદાચ બ્લેક ફંગસનો આ પહેલો કેસ છે, પરંતુ રેલવે વિભાગ અને અન્ય સાથીઓ અને સંબંધીઓની મદદ વિના આ મોટા ખર્ચની મદદ શક્ય ન હોત પરંતુ દોઢ કરોડ ખર્ચ કર્યા પછી પણ પરિવારના સભ્યો થોડા દુખી છે, કારણકે પૉલને એક આંખ ગુમાવવી પડી છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page