બોમન ઈરાનીની માતાનું 94 વર્ષની ઉંમરે થયુ નિધન, એક્ટરે સોશિયલ મીડિયા પર લખી ઈમોશનલ પોસ્ટ

બોલિવૂડ એક્ટર બોમન ઈરાનીની માતા જેર ઈરાનીનું 94 વર્ષની વયે અવસાન થયું છે, જેની જાણકારી તેણે ફેસબુક પોસ્ટ દ્વારા ચાહકોને આપી હતી. બોમેને ઇન્સ્ટાગ્રામ પર માતા માટે ભાવનાત્મક પોસ્ટ લખી હતી. આમાં તેણે જણાવ્યું હતું કે સવારે માતાની નિંદ્રામાં નિધન થયું હતું. જ્યારે તે માત્ર 32 વર્ષની હતી, ત્યારે તેણે વાસ્તવિક જીવનમાં બોમન માટે માતા અને પિતા બંનેની ભૂમિકા ભજવી હતી.

Advertisement

બોમને લખી પોસ્ટ
બોમેને લખ્યું છે, “માતા ઈરાનીનું આજે સવારે નિંદ્રામાં નિધન થયુ હતુ. તે 94 વર્ષની હતી. તેમણે મારા માટે માતા-પિતા બંનેની ભૂમિકા નિભાવી છે, જ્યારે તે ફક્ત 32 વર્ષની હતી. તે એક સારી માણસ હતી, જે નાની નાની રમૂજી વાર્તાઓથી ભરેલી હતી. જ્યારે તેણે મને ફિલ્મોમાં મોકલ્યો ત્યારે તે ખાતરી કરતી કે કમ્પાઉન્ડમાંના બધા બાળકો સાંજે મને મળવા આવે તે કહેતી હતી કે પોપકોર્ન લાવવાનું ભૂલતો નહીં. તેને ખાવાનો શોખ હતો અને તેના ગીતો પણ. તે વિકિપીડિયા પર ફેક્ટચક કરતી હતી, અને સાથે જ તે IMDbમાં ફ્લેશ જોતી રહેતી હતી.

તે હંમેશા મને કહેતી કે તું માત્ર એટલા માટે એક્ટર નથી લોકો તારી પ્રશંસા કરે. તું એટલા માટે અભિનેતા છે કારણ કે તું લોકોને હસાવી શકે છે, લોકોને ખુશ કરો. તેમને હસાવો.”

બોમાને આગળ લખ્યું છે કે ગઈરાત્રે તેણે મલાઈ કુલ્ફી અને કેરી ખાવા માટે કહ્યું હતું. તે ચંદ્ર અને તારાઓ પણ માંગી શકતી હતી. તે એક સ્ટાર હતી અને હંમેશા રહેશે. જણાવી દઈએ કે બોમન ઈરાનીની માતાના અવસાન બાદ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા સેલેબ્સ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

બોમન ઈરાનીના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે તાજેતરમાં ‘લોલ: હંસે તો ફસે’માં જોવા મળ્યો હતો. તેનો આ વીડિયો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયો હતો. જણાવી દઈએ કે આમિર ખાનની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’ વર્ષ 2009માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દુનિયાભરના લોકોએ ખૂબ પસંદ કરી હતી. બોમન ઈરાનીના પાત્રએ તેમાં ઘણું પસંદ કરવમાં આવ્યુ હતુ.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page