પરિવારમાં હતા અનેક પુરુષો છતા પણ દીકરીઓએ આપી પિતાને કાંધ, કારણ જાણી ભાવુક થઈ જશો

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પરિવારને જાતપંચાયતના કુગલકી ફરમાનનો શિકાર થવો પડ્યો, જેના કારણે દીકરીઓએ પોતાના મૃત પિતાની અર્થીને કાંધ આપવો પડ્યો.

Advertisement

જાત પંચાયતે ફરમાન સંભળાવ્યું કે ગામમાંથી કોઇપણ શખ્સ આ મૃત વ્યક્તિને કાંધ આપશે નહીં. જો કોઇએ પણ અંતિમવિધિમાં મદદ કરી તો તેને સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવશે. આથી દીકરીઓએ જ પોતાના પિતાની અર્થીને કાંધ આપ્યો હતો.

ચંદ્રપુરના ભંગારામ વોર્ડમાં રહેતા 58 વર્ષના પ્રકાશ ઓગલેનું લાંબી બીમારી બાદ મોત થઇ ગયું હતું. પ્રકાશ ઓગલેની સાત પુત્રી અને બે પુત્ર છે. આટલો મોટો પરિવાર અને આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે પ્રકાશ ઓગલે સમાજના કોઇપણ જેવા કે લગ્ન કે મરણના કાર્યક્રમમાં જઇ શકતા ન હતા. આથી જાતપંચાયતે તેઓને દંડ ફટકાર્યો હતો જેને તેઓ ભરી શક્યા ન હતા.

પ્રકાશ ઓગલેના મૃત્યુ બાદ સંબંધીઓએ સમાચાર આપવામાં આવ્યા પરંતુ જાતપંચાયતના ફરમાનને કારણે કોઇ સંબંધી તેમના ઘરે ગયા ન હતા. જાતપંચાયતે ફરમાન સંભળાવ્યું હતું કે સમાજના કોઇપણ વ્યક્તિએ કાંધ આપી તો તેને પણ સમાજથી બહિષ્કૃત કરવામાં આવશે.

જ્યારે પિતાની અર્થીને કાંધ આપવા કોઇ ન આવ્યું તો MPSCની તૈયારી કરી રહેલી જયશ્રીએ હિમ્મત દાખવી અને પોતાની બહેનોને સાથે રાખી પિતાની અર્થીને કાંધ આપી જાતપંચાયતને જડબાતોડ જવાબ આપ્યું.

મૃતકની પુત્રી જયશ્રી ઓગલેએ જણાવ્યું કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. આથી તેમના પિતા સમાજના કોઇપણ કાર્યક્રમમાં જઇ શકતાં ન હતા. કારણ કે કોઇપણ કાર્યક્રમમાં જવા માટે પૈસાની જરૂર પડતી હતી. આથી તેઓ જઇ શકતાં નહતા.

જયશ્રીએ વધુમાં જણાવ્યું કે પંચાયતે તેઓને દંડ ફટકાર્યો અને કહ્યું કે જો તારે સમાજમાં રહેવું હોય તો દંડ ભરવો પડશે. મારા પિતાએ મનાઇ કરી અને દંડ ભર્યો નહીં. આથી પંચાયતે તેઓનો બહિષ્કાર કરી દીધો અને કહ્યું કે કોઇપણ તેમની અર્થીને કાંધ આપશે નહીં. આથી અમે બહેનોએ કાંધ આપી પિતાના અંતિમ સંસ્કાર કર્યા.

21મી સદીમાં પણ દેશના અનેક ભાગમાં જાતીગત ભેદભાવ અને રૂઢીવાદી પરંપરાની સાંકળ બાંધેલી જોવા મળે છે. સમાજના કેટલાક ઠેકેદાર જાતપંચાયતના નામે એવા એવા ફરમાર જાહેર કરે છે કે મોત બાદ પણ માનવીનો પીછો છોડતા નથી.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page