તિરુપતિમાં પુજારીનાં મોતનાં એક વર્ષ બાદ ઘરનું તાળું તોડતા નીકળ્યા અધધ રૂપિયાને સિક્કા, સ્ટાફની આંખો થઈ ગઈ પહોળી

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમના  (TTD)નો સ્ટાફ તે સમયે ચોંકી ગયો હતો જ્યારે પુજારીનાં ઘરનું તાળું તોડવામાં આવ્યુ. તિરુમાલાના પહાડોમાં સ્થિત ભગવાન વેંકટેશ્વરનાં તીર્થસ્થળનું સંચાલન TTD જ જોતા હતા. સ્ટાફને પુજારીના ઘરમાંથી એક બોક્સમાં 6.15 લાખ રૂપિયા અને બીજા બોક્સમાંથી 25 કિલોગ્રામનાં સિક્કા મળી આવ્યા હતા.

Advertisement

તિરુમાલા તિરૂપતિ દેવસ્થાનમના દિવંગત પૂજારી શ્રીનિવાસુલુને ચિતૂર જિલ્લાના તિરુપતિ શહેરની શેષાચલમ કોલોનીમાં ક્વાર્ટર નંબર 78 ફાળવવામાં આવ્યુ હતુ. આ ફાળવણી TTD દ્વારા કરવામાં આવી હતી.

 

શ્રીનિવાસુલુ અહીં વર્ષોથી નિવાસ કરતા હતા. મૂળરૂપે તિરુમાલાના રહેવાસી, શ્રીનિવાસુલુની પાસે ટેકરી પર સ્થિત તીર્થસ્થાન પર થોડી સંપત્તિ હતી. TTDએ આ સંપત્તિના બદલામાં પુનર્વસન યોજના હેઠળ આ ક્વાર્ટર શ્રીનિવાસુલુને આપ્યું હતું. શ્રીનિવાસુલુ ગયા વર્ષે માંદગીના કારણે અવસાન પામ્યા હતા. ત્યારથી તેના ક્વાર્ટર્સને તાળા મારી દેવાયા હતા.

શ્રીનિવાસુલુના સબંધીઓની TTD અને વહીવટી તંત્ર દ્વારા ઘણા મહિનાઓ સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ વારસદાર સામે આવ્યો ન હતો.

સોમવારે, TTD સાથે જોડાયેલ વિજિલન્સ વિંગે શ્રીનિવાસુલુના ક્વાર્ટર્સનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અહીં તેમને બે લોખંડના ડબ્બા મળી આવ્યા. જ્યારે તેને ખોલવામાં આવ્યા ત્યારે વિજિલન્સ વિંગના સભ્યો તેમાં રોકડ રકમ જોઇને ચોંકી ગયા હતા.

TTDઅનુસાર, તેમણે તેમની સંપત્તિનો દુરૂપયોગ અટકાવવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે. આ માટે રાજ્ય સરકારના મહેસૂલ અધિકારીઓનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત તિરૂપતિ-કારાકાંબદી રોડ પર આવેલા શેષનગરમાં ક્વાર્ટર નંબર 75ને સીઝ કરાયુ છે.

TTD ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે, જ્યારે પુજારીના ઘરનું પંચનામું કરવામાં આવ્યું ત્યારે એક પેટીમાંથી 6,15,050ની રોકડ મળી આવી હતી. બીજા બોક્સમાંથી 25 કિલો સિક્કા મળી આવ્યા હતા. આ વિવિધ મૂલ્યનાં સિક્કા હતા.

સિઝ કરેલી સંપત્તિ TTD દ્વારા કબજે કરવામાં આવી છે. આ સિવાય TTD ટ્રેઝરીમાં રોકડ અને સિક્કા જમા કરવામાં આવ્યા છે.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page