ભીડેના માથામાં હતા વાળ…. ‘તારક મહેતા…’ના એક્ટર્સ એક સમયે આવા દેખાતા હતા, જુઓ તસવીરો

આજે પણ તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સીરિયલને એટલી જ પસંદ કરવામાં આવી રહી છે જેટલી વર્ષો પહેલા કરવામાં આવતી હતી. આ શો દરમિયાન કલાકારોએ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. હવે ફેન્સ તેમની પર્સનલ લાઇફ અંગે પણ જાણવા માગે છે. ખાસ કરીને સીરિયલ પહેલા તેઓ કેવા દેખાતા હતા એ જોવામાં લોકોને ખાસ રૂચી છે. ત્યારે દયા ભાભી એટલે કે દિશા વાકાણીથી લઇને બબીતા, જેઠાલાલ અને આત્મારામ ભીડે સુધી તમામની યાદગાર તસવીરો પર એક નજર કરીએ.

Advertisement

દયા ભાભી ભલે સીરિયલમાં ઘણા સમયથી નજરે પડતાં નથી પરંતુ આજેપણ તેઓ લોકોના દિલમાં રાજ કરે છે. ફેન્સ દિશા વાકાણીની તસવીરો જોવા માટે રાહ જોતા હોય છે. એવામાં સામે આવ્યું કે તેમની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સામે આવી છે. બાળપણમાં પણ તેઓ ખુબ જ ક્યુટ લાગતી હતી. ફોટોમાં તેઓ લહેંગા ચોળી પહેરેલી નજર આવી રહી છે. સાથે જ તેઓએ બે ચોટલી પણ બાંધી છે.


તારક મહેતા..સીરિયલમાં ફેન્સને જેઠાલાલનો રોલ સૌથી વધુ પસંદ છે. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલિપ જોશી ખુબ જ સીનિયર એક્ટર છે. તેઓ ઘણી ફિલ્મોમાં નજર આવ્યા છે. પરંતુ જેઠાલાલનો રોલ તેમનો સૌથી વધુ પોપ્યુલર થઇ રહ્યો છે. જેઠાલલની જવાનીના દિવસોની તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે. તેઓ આ તસવીરમાં કાઉબોય બનેલા નજર આવી રહ્યાં છે. હંમેશા ક્લીન શેવ રહેતા દિલિપ જોશીની મોટી મોટી બિયર્ડ પણ દેખાઇ રહી છે.


જેનિફર મિસ્ત્રી પણ યંગ એજ ડેઝમાં પણ આજની જેમ જ સુંદર લાગતી હતી. તેમની રંગતમાં આજે પણ વધુ ફર્ક પડ્યો નથી. નાના વાળની સાથે તેમની સ્ટાઇલ પહેલા પણ આજ જેવી જ હતી. જેનિફર શોમાં ગોગીની મમ્મી અને રોશન સિંહ સોઢીની પત્નીનો રોલ નિભાવી રહી છે.


ડોક્ટર હાથીનો રોલ નિભાવતા નિર્મલ સોની બાળપણમાં ખુબ જ ક્યુટ લાગતા હતા. બાળપણમાં તેમનુ વજન આજની જેમ વધુ હતું તેમની બાળપણની તસવીરમાં જોતા જ તમે ઓળખી જશો કે તેઓ આજના ડોક્ટર હાથી જ છે.


કોમલ ભાભીનો રોલ કરતી અંબિકા રાજનકરની તસવીરો પણ ખુબ જ જુની છે. તેઓ તેમાં સફેદ સૂટ પહેર્યો છે. ચહેરા પર તેમનો વધુ બદલાવ થયો નથી પરંતુ તેઓના વજનમાં ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. તારક મહેતા..માં તેઓ ડોક્ટર હાથીની પત્ની તરીકે નજર આવી રહ્યાં છે.


ઘરે ઘરે બબીતાજીના નામથી જાણીતી થયેલી મુનમુન દત્તા બાળપણથી જ સુંદર અને ટેલેન્ટેડ છે. તેમની આ તસવીર આ વાતનો પુરાવો આપે છે. બાળપણની તેમની આ તસવીરમાં મુનમુન હારમોનિયમ વગાડતી નજર આવી રહી છે.


ટીચર અને સોસાયટીની સેક્રેટરી આત્મારામ ભિડેની પત્ની માધવી ભાભીનો રોલ નિભાવતી શિવાંગી જોશી એટલે કે સોનાલિકા જોશી તો દરેક ફેન્સની ફેવરિટ છે અને તેમના આચાર-પાપડ તો લોકો ભૂલી જ નથી શકતાં. સોનાલિકા જોશીની પણ બાળપણની તસવીર સામે આવી છે. આ તસવીરમાં તેઓ ખુબ જ ક્યૂટ લાગી રહી છે. તેમની મુશ્કાન પણ ખુબ જ ક્યુટ છે.


ટીચર અને સોસાયટીના સેક્રેટરી આત્મારામ ભિડે એટલે કે મંદાર ચાંદવડકરની માથામાં વાળ ન હોવાને કારણે ભલે મજાક ઉડાવવામાં આવે પરંતુ જવાનીના દિવસોમાં તેઓ કોઇ મોડેલથી જરાય ઉતરતા ન હતા. તેમની જુની તસવીર જોતા લાગે નહીં કે તેઓને યુવાનીના દિવસોમાં આટલા વાળ હશે.


સીરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવનારા શૈલેશ લોઢા શોમાં જેઠાલાલના ફાયર બ્રિગેડ અને દોસ્તના રૂપમાં નજર આવે છે. શૈલેશ રિયલ લાઇફમાં કવિ છે અને શોમાં પણ લેખકનું કામ કરે છે. શૈલેશ પોતાના જૂના ફોટોગ્રાફમાં ખુબ જ સ્માર્ટ દેખાઇ રહ્યાં છે. આ ફોટો તેમના કોલેજના દિવસનો છે.


પોપટલાલનો રોલ કરનારા શ્યામ પાઠક જવાનીના દિવસોમાં પણ અત્યારની જેમ જ દુબળા-પાતળા હતા. પરંતુ તેમની આ તસવીર જોઇ લાગી રહ્યું છે કે તેઓ ખુબ જ ફેશનેબલ હતા, સાથે જ ખુબ જ અપ-ટુ ડેટ રહેતા હતા.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page