જોડીયા બહેનને બચાવવા મગર સાથે ભીડી બાથ, 3-3 વાર હુમલાનો સામનો કરીને બહેનને મોતના મુખમાંથી બચાવી

હાલ સોશિયલ મીડિયામાં બે બ્રિટિશ જોડિયાં યુવતીઓનું બહાદુરીના વખાણ થઈ રહ્યા છે. આ ટ્વીન બહેનો મેક્સિકોમાં મેક્સિકન લાગૂનમાં ટૂર ગઈડની મદદથી બોટિંગ કરી રહી હતી. મેલિસા સ્વિમિંગ કરવા માટે તળાવમાં ઊતરી અને તે દરમિયાન જ મગરે બંને પર હુમલો કર્યો. આ દરમિયાન એક બહેને મગરનાં મોઢા પર જોરથી પંચ માર્યો અને બંનેનો જીવ બચાવ્યો.

Advertisement

તળાવમાં મગર હોવાની વાતથી મેલિસા અજાણ હતી
28 વર્ષીય મેલિસા અને જ્યોર્જિયા ઇંગ્લેન્ડનાં બર્કશાયરના રહેવાસી છે. લાગૂનમાં બંને બહેનો બોટિંગની મજા માણી રહ્યા હતા. મેલિસાને નહોતી ખબર કે એ તળાવમાં મગર છે. તે બોટમાંથી ઊતરીને સ્વિમિંગ કરી રહી હતી. તે દરમિયાન અચાનક મગર આવી ગયો અને મેલિસા પર તરાપ મારી. મેલિસાની બુમો સાંભળીને જ્યોર્જિયા મગરની નજીક ગઈ અને તેને પંચ મારવા લાગી.

આ મગર મેલિસાને પોતાની તરફ ખેંચી રહ્યો હતો. જ્યોર્જિયાએ તેની બહેન મેલિસાનો જીવ બચાવ્યો અને તેને બોટ સુધી લઇ આવી. મગર એ પછી પણ આ બોટ તરફ આવતો રહ્યો અને દર વખતે જ્યોર્જિયાએ પંચ મારીને તેને દૂર ભગાડ્યો.

આ ભયાનક હુમલામાં બંનેના જીવ તો બચી ગયા પણ મેલિસાને માથામાં ઈજા થતા તે કોમામાં સરી પડી અને જ્યોર્જિયાને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. તેના ફેફસાંમાં પાણી ભરાઈ ગયું. આ ઘટના થયા પછીથી ટૂર ગાઈડ ગાયબ થઈ ગયો છે. હજુ સુધી તે ફરાર છે. ઇન્ટરનેટ પર આ જોડિયાં બહેનોની સ્ટોરી વાઈરલ થતા યુઝર્સ તેમની હિંમતનાં વખાણ કરવાનું ભૂલતા નથી.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page