લગ્નના ચોથા દિવસે પત્નીએ મજાકમાં કહ્યું મારે તો બીજે લગ્ન કરવાના હતા, મજાક કરવી પડી ગઈ ભારે, થયું કંઇક આવું

શહેર નજીકના ગામમાં રહેતી મહિલાને લગ્નના 4 વર્ષ પછી પણ પત્ની તરીકેના અધિકાર ના મળતાં તેણે 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી ને મદદ માગી હતી. વાસ્તવમાં યુવતીએ ચાર વર્ષ પહેલાં પતિ સાથ મજાક મસ્તીમાં તેને લગ્ન કરવા ના હોવાનું જણાવ્યું હતું જે વાતને પતિએ સાચી માની લીધી હતી જેથી તે પત્નીથી દૂર જ રહેતો હતો.

Advertisement

સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેર નજીકમાં ગામમાં રહેતી યુવતીના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા પણ તેનો પતિ તેની સાથે પત્ની તરીકેની કોઇ ફરજ બજાવતો ન હતો. બંને વચ્ચે પતિ-પત્ની તરીકેના સંબંધો નહોતા. તેનો પતિ ક્યાંય ફરવા કે સંબંધીને ત્યાં લઈ જતો નહોતો. યુવતીએ ફોન કરતાં અભયમની ટીમ તેની પાસે પહોંચી હતી અને યુવતીના પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. યુવતીના પતિની પૂછપરછ કરાતા તેણે અભયમને જણાવ્યું હતું કે યુવતીએ તેના લગ્ન તેના પરિવારે બળજબરીપૂર્વક કરાવ્યા હતા, તે કોઇ અન્ય સાથે લગ્ન કરવા માગતી હતી.

લગ્નના 4 દિવસ બાદ જ યુવતીએ પતિ સાથે આ મજાક કરતાં પતિએ મજાકની વાતને સાચી માની લીધી હતી, જેથી તે પત્નીથી દૂર જ રહેતો હતો. આખરે પતિની ગેરસમજ અભયમે દૂર કરાવી હતી અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. જેથી બંનેએ મોકળાશ અનુભવી હતી અને એકબીજાની માફી પણ માગી હતી.

અભયમની ટીમે પતિની પૂછપરછ કરી હતી કે, તું કેમ પત્ની તરીકેના અધિકાર આપતો નથી. તે વખતે પતિએ કહ્યું હતું કે, લગ્નના 4 દિવસ બાદ બંને મજાક મસ્તી કરતાં હતાં ત્યારે પત્નીએ કહ્યું કે, મારા જબરજસ્તીથી લગ્ન કરાવ્યા છે, બાકી મારે તો બીજે લગ્ન કરવા હતા.

આ વાત સાંભળી તેને લાગ્યું કે, તેની પત્ની સાચું બોલી રહી છે. જેથી તે તેને ઇગ્નોર કરતો હતો. 4 વર્ષથી પતિની ઉપેક્ષાથી ત્રસ્ત યુવતીને ખ્યાલ જ ન હતો કે, તેની મજાક તેને જ ભારે પડી રહી છે. એક તબક્કે તો પતિથી ઉપેક્ષાથી તે પિયર જતી રહી હતી પણ પરિવારે સમજાવી પરત મોકલી હતી.

Advertisement

Leave a Reply

You cannot copy content of this page